સંથાલી સાડી: સાદગી ભી, સુંદરતા ભી

લાડકી

સાંપ્રત-મૌસમી પટેલ

ભારતના સર્વોચ્ચ પદ એવા રાષ્ટ્રપતિ પદ માટે દ્રૌપદી મુર્મૂની પસંદગી કરવામાં આવી છે અને તેઓ રાષ્ટ્રપતિ બનનારાં પહેલાં આદિવાસી મહિલા બની ચૂક્યાં છે. તેમના રાષ્ટ્રપતિ બનતાં જ તેમની સાથે સાથે ચર્ચામાં આવી છે તેમણે પહેરેલી સાડી. તેઓ ખૂબ જ સાદું જીવન જીવે છે અને તેમની સાદગીનો મહત્ત્વનો હિસ્સો છે ‘સંથાલી સાડી’. સંથાલી સાડી એ માત્ર એક સાડી જ નથી, તેની સાથે એક ઈતિહાસ, પરંપરા છે.
દ્રૌપદી મુર્મૂ સામાન્ય રીતે લાઇટ કલર જેવા કે ક્રીમ, પિંક અને પીચ કલરની જ સંથાલી સાડી પહેરે છે. આ સાથે જ નાકમાં નથણી, ગળામાં સોનાની ચેન, કાનમાં ટોપ્સ અને ગોલ્ડન ફ્રેમનાં ચશ્માં દ્રૌપદી મુર્મૂની સાદગીમાં ચાર ચાંદ લગાવે છે. સંથાલી સાડી હેન્ડલૂમ એટલે કે હાથવણાટની હોય છે.
આ સાડી વણકરો દ્વારા રંગીન દોરામાંથી બનાવવામાં આવે છે. પહેલાંના સમયમાં આ સાડીઓ ઉપર તીર-ધનુષની ડિઝાઇન બનાવવામાં આવતી હતી. સાડી પર આ તીર-ધનુષનું પ્રતીક મહિલાઓની આઝાદી સાથે જોડાયેલું હતું. હવે આ સંથાલી સાડીઓ પર મોર, ફૂલ, બતક સહિત વિવિધ ડિઝાઇન હોય છે.
પારંપરિક રીતે આ સાડી સફેદ કોટનના કપડા પર રંગીન દોરા દ્વારા ચેક્સ બનાવવામાં આવે છે. સંથાલી સાડી ખાસ પ્રસંગો પર જ પહેરવામાં આવે છે.
સંથાલી આદિવાસી સમાજમાં આ પ્રકારની સાડી સારા પ્રસંગો અને લગ્નમાં પહેરવામાં આવતી નથી. મયૂરભંજ જિલ્લામાં હાથથી વણેલી આ સાડીઓની સંખ્યા ઓછી છે. તે ઓડિશાના સંથાલ આદિવાસીઓ દ્વારા બનાવવામાં આવે છે અને આ આદિવાસીઓ આ સાડી પહેરે પણ છે. રહી વાત આ સાડીની કિંમતની તો તે એક હજારથી લઈને પાંચ હજાર સુધીની રેન્જમાં ઈઝીલી અવેલેબલ છે. આ ઉપરાંત જો તમે ઓનલાઈન આ સાડી ઓર્ડર કરવાના મૂડમાં હોવ તો ત્યાં બ્રાન્ડ્સ પ્રમાણે તેની કિંમત નક્કી કરવામાં આવે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.