સેન્ટાનો કોથળો નાનો પડ્યો, ક્રિસમસ ગીફ્ટમાં રોકાણકારોનું રિટર્ન ઓછું રહ્યું

23

બે દાયકાના ઇતિહાસ અનુસાર ક્રિસમસ બાદના સપ્તાહમાં નિફ્ટીમાં તેજી આવવાનો ચાન્સ ૮૦ ટકા!

ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા

મુંબઇ: રોકાણકારો માટે આ વખતની ક્રિસમસ વધુ રોનકવાળી નથી રહી, આ વખતે સેન્ટાક્લોઝનો કોથળો થોડો નાનો પડ્યો હોય એ રીતે પાછલા વર્ષની ક્રિસમસથી આ ક્રિસમસ દરમિયાનના વળતરમાં ઘટાડો નોંધાયો છે. આપણે આ સપ્તાહ કે મહિનાની કે વર્ષની વાત કરીએ તો પણ ચિત્ર ધૂંધળું જણાઇ રહ્યું છે.
જોકે એક થીયરી માનીએ તો આ સપ્તાહે તેજીની આશા રાખી શકાય. શેરબજારના અભ્યાસમાં એવું નોંધાયું છે કે, પાછલા બે દાયકામાં ક્રિસમસ બાદના સપ્તાહમાં નિફ્ટીમાં તેજી આવવાના ચાન્સ ૮૦ ટકા હોય છે. બાકી ફંડામેન્ટલ અને ટેક્નિકલ ઇન્ડિકેટર મંદીના સંકેત આપી રહ્યાં છે.
અમેરિકાની ફેડરલ, વિશ્ર્વની સેન્ટલ બેન્કો દ્વારા વ્યાજદરમાં વૃદ્ધિ સાતત્યનો ડર, વૈશ્ર્વિક સ્તેર ફૂગાવો વધવાનો અને મંદીનો ભય, એફઆઇઆઇની વેચવાલી વધવાની ભીતિ અને સોથી વધુ સેન્ટિમેન્ટ ખરડી શકે એવો કોરોનાનો ભય માર્કેટને તેજીના પાટેથી ઉતારવા માટે કાફી છે. હવેે ટેક્નિકલ અને ફંડોમેન્ટલ લગામો આખલાને દોરે છે કે ઇતિહાસ ફરી એક વાર રોકાણકારોને સારા રિટર્નની ભેટ અપાવે છે એ આગમી દિવસોમાં
ખપર પડશે.
સમીક્ષા હેઠળના સપ્તાહના અંતિમ સત્ર શુક્રવારે ઇક્વિટી બજારમાં મંદીનો એવો જોરદાર સપાટો જોવા મળ્યો કે નિફ્ટી ૧૮૦૦૦ની નીચે પટકાઇ ગયો હતો, જ્યારે સેન્સેક્સે ૬૦,૦૦૦ની સપાટી ગુમાવી દીધી હતી. વૈશ્ર્વિક ઇક્વિટી બજારોની મંદી સાથે સ્થાનિક બજારમાં પણ વેચવાલીની સુનામી આવી હતી. સેન્સેક્સ ૯૮૦.૯૩ પોઈન્ટ્સ અથવા ૧.૬૧ ટકા ગગડીને ૫૯,૮૪૫.૨૯ પોઈન્ટ્સની સપાટીએ અને નિફ્ટી ૩૨૦.૫૫ પોઈન્ટ્સ અથવા ૧.૭૭ ટકા તૂટીને ૧૭,૮૦૬.૮૦ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
અમેરિકામાં મેક્રો ડેટા સારા આવ્યા હોવાથી વ્યાજદરમાં આક્રમક વધારાની શક્યતા વધી હતી બીજી તરફ ચીનમાં કોવિડની ગંભીર સ્થિતિને કારણે પણ વિશ્ર્વભરના બજારોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત વધુ એક નકારાત્મક પરિબળમાં જાપાનમાં ફુગાવાનો દર નવેમ્બરમા ૩.૭ ટકાની ૪૦ વર્ષની ટોચને આંબી જતાં એશિયાના બજારોમાં પણ રોકાણકારોનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું. એ જ સાથે હજી પણ આર્થિક મંદીનો ભય તો ઝળુંબી જ રહ્યો છે. શુક્રવારના એક જ સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૮.૩૬ લાખ કરોડનું અને એક માહિતી અનુસાર સતત સાત સત્રની પીછેહઠમાં લિસ્ટેડ શેરના મૂલ્યમાં રૂ. ૧૬ લાખ કરોડનું ધોવાણ
થયું છે.
એક સ્ટોક બ્રોકિંગ ફર્મના એનાલિસ્ટે જણાવ્યું હતું કે આ તો ચાલી રહેલા કરેકશનના દોરના એક હિસ્સા સમાન છે. જોકે, બજારના સાધનો અનુસાર ટેકિનકલ અને ફંડામેન્ટલ પરિબળો જોતા મંદી આગળ વધે એવા અણસાર છે. ટોચના ટેકિનકલ એનાલિસ્ટે કહ્યું હતું કે નિફ્ટીએ ગુરુવારે જ બેરીશ એનગલ્ફીંગ પેટર્નની રચના કરી હતી. નિફ્ટી માટે ૧૮,૦૦૦ની સપાટીએ મજબૂત રેઝિસ્ટન્સ લેવલ હતું જે તેણે શુક્રવારના સત્રમાં તોડી નાંખ્યું છે. એક કારણ એ પણ મળી રહ્યું છે કે વર્ષાંતનું દબાણ હોવાથી રોકાણકારોએ પ્રોફિટ બુક કરીને રોકડ હાથમાં રાખવાનું પસંદ કર્યું હતું.
આપણે ક્રિસમસ તરફ પાછાં વળીએ તો શેરબજારના રોકાણકારો માટે વર્ષ ૨૦૨૨ની ક્રિસમસ સીઝન સારી નથી રહી. શેરના ભાવમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે નરમાઈને કારણે રોકાણકારોને ખુબ નુકસાન ઉઠાવવું પડ્યું છે. નિફ્ટી ઈન્ડેક્સ ડિસેમ્બરમાં તેના ૧૮૮૮૭ પોઇન્ટની ઊંચી સપાટીથી અત્યાર સુધીમાં ૫.૭ ટકા ઘટીને ૧૭૮૦૬ પોઇન્ટની સપાટી પર આવી ગયો છે.
પાછલા વર્ષની ક્રિસમસથી આ વર્ષની ક્રિસમસ સુધીમાં નિફ્ટી માત્ર ૪.૭ ટકા ઊંચટી સપાટીએ છે. જો આપણે વાત વર્ષ ૨૦૨૦ની ક્રિસમસથી ૨૦૨૧ના ક્રિસમસની કરીએ તો તે સમયગાળામાં રોકાણકારોને ૩૦ ટકાનું જંગી રિટર્ન મળ્યું હતું.
શેરબજારમાં પાછલા કેટલાક દિવસોથી વેચવાલીનું દબાણ વધ્યું છે. વિશ્ર્વભરમાં ઝળુંબી રહેલો આર્થિક મંદીનો ખતરો અને કોરોના વાયરસના વધી રહેલા કેસવે કારણે ઇક્વિટી માર્કેટનું માનસ ખરડાિ ગયું છે. જોકે, એરક વર્ગ માને છે કે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં રોકાણકારો શેરબજારમાં નફો કમાઈ શકે છે. જો ઐતિહાસિક આંકડા પર ધ્યાન આપવામાં આવે તો તેમાં એવું જાણવા મળે છે કે, ક્રિસમસ બાદના સપ્તાહમાંં શેરબજારમાં તેજી જોવા મળતી હોય છે.
બજારના એક પીઢ અભ્યાસુએ કહ્યું હતું કે જો આપણે છેલ્લા બે દાયકાઓની વાત કરીએ તો ક્રિસમસ બાદના સપ્તાહમાં નિફ્ટીમાં તેજી આવવાના ૮૦ ટકા ચાન્સ છે. આ સાથે જ એ વાતની સંભાવના ૮૫ ટકા છે કે રોકાણકારોને સેન્ટા રેલીને કારણે ગિફ્ટ મળે. શેરબજારમાં સામાન્યરીતે ડિસેમ્બરના છેલ્લા ૫ાંચ ટ્રેડિંગ દિવસોમાં તેજી જોવા મળતી હોય છે અને આ રેલી સેન્ટા રેલી તરીકે ઓળખાય છે.
જો શેરબજારમાં છેલ્લા બે દાયકાઓની વાત કરીએ તો વર્ષના છેલ્લા પાંચ અને નવા વર્ષના પ્રારંભિક બે દિવસ સહિત મતલબ સાત ટ્રેડિંગ સેશનમાં નિફ્ટીએ સરેરાશ બે ટકાનું રિટર્ન આપ્યું છે. વર્ષ ૨૦૦૦-૦૧થી નિફ્ટીનો આ ટ્રેડ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન માત્ર ત્રણ જ વાર એવું બન્યું છે કે, જ્યારે નિફ્ટીએ તહેવારનો મૂડ બગાડ્યો હતો. આ ત્રણ વર્ષમાં ૨૦૧૩-૧૪, ૨૦૧૫-૧૬ અને ૨૦૧૭-૧૮નો સમાવેશ છે.
બજાર સમીક્ષકે ત્યાં સુધી દાખલો આપ્યો હતો કે, જો આપણે વાત છેલ્લા બે દાયકાઓની કરીએ તો તેમા કોઈ એવો મોકો નથી આવ્યો કે જ્યારે નિફ્ટી ૧.૨ ટકાથી વધુ ગગડ્યો હોય. વર્ષ ૨૦૦૩-૦૪મા નિફ્ટી આ સાત ટ્રેડિંગ સેશનમાં ૯ ટકાની તેજી નોંધાવી હતી.
વર્ષ ૨૦૨૧-૨૨માં સેન્ટા રેલીને કારણે નિફ્ટીમાં ૪.૭ ટકાની તેજી જોવા મળી હતી. જો અત્યાર સુધીમાં ડિસેમ્બર મહીનાના શેરબજારના કામકાજની વાત કરીએ તો નિફ્ટી ત્રણ ટકા નરમ રહ્યો છે. ઐતિહાસિક આંકડાઓ જણાવે છે કે, ફેસ્ટિવ સ્પિરિટને કારણે ખુબ જ ઝડપથી બજારની નરમાઈ પર લગામ લાગી શકે છે. છેલ્લા ૨૦ વર્ષોમાં નિફ્ટી મોટાભાગના કિસ્સામાં પોઝિટિવ નોટ પર બંધ રહ્યો છે. એક્સપર્ટનું કહેવું છે કે, ડિસેમ્બરમાં સામાન્યરીતે રોકાણકારોને ૩.૨ ટકાનું સરેરાશ રિટર્ન પ્રાપ્ત થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!