સંત ગુલાબરાવ મહારાજ-૨

ઉત્સવ

ઈતિહાસ પાછળનો ઈતિહાસ -પ્રફુલ શાહ

ગુલાબરાવ પોતાની મક્કમતા અને ભક્તિને તાકાત બનાવીને દૃષ્ટિહિનતા સામે જોશભેર ઝઝુમતા રહ્યાં. પરંતુ આફતોને એમની સંગત એટલી ગમી ગઇ કે હજી સાથ છોડવા તૈયાર નહીં. સન્ ૧૮૯૭ના માર્ચમાં ફાટી નીકળેલી કોલેરાની મહામારીએ દેશભરમાં હાહાકાર મચાવવા સાથે ગુલાબરાવ પર પણ ક્ષુબ્ધ કરી મૂકયા.
એમની દેખભાળ કરનાર પ્રેમાળ બહેન અને પિતા કાળનો કોળિયો થઇ ગયા. બબ્બે સ્વજનોની અકાળે ચિરવિદાયની વેદના સહન કેવી રીતે થાય? ગુલાબરાવ સોમલ તરીકે ઓળખાતું ભયંકર ઝેર ગટગટાવી ગયા. કોઇને એમના બચવાની આશા નહોતી.
પરંતુ રામચંદ્ર માસ્તરે ભારે જહેમતથી ગુલાબરાવના પ્રાણ બચાવ્યા. આ માટે સૌની સાથે મળીને આશા સાથે પ્રાર્થના કરી. વહેલી
સવારે ગુલાબરાવે મોતને થાપ આપીને આંખ
ખોલી અને પછી ઝેરના મારણ તરીકે માખણ ખવડાવાયું.
આ સાથે ગુલાબરાવની ઇશ્ર્વરમાં શ્રદ્ધા વધુ બવળત્તર બની. તેમણે ભગવાન શ્રીકૃષ્ણની જન્માષ્ટમી અને ભગવાન શંકરની મહાશિવરાત્રિના ઉપવાસ શરૂ કરી દીધા.
ગુલાબરાવ ભક્તિને પોતાના પૂરતી મર્યાદિત ન રાખતા નિરક્ષર પત્નીને પણ રામચંદ્ર
માસ્તર પાસેથી લખતા-વાંચતા શીખવ્યું. સાથોસાથ ધર્મગ્રંથો વાચવાનો આગ્રહ કર્યો. સન્૧૮૯૬મા તેમના લગ્ન મનકર્ણિકા સાથે
થયા હતા.
તેઓ ૧૯ વર્ષના થયા ત્યારે એટલે કે ઇ. સ. ૧૯૦૧માં પ્રખ્યાત સંત જ્ઞાનેશ્ર્વર મહારાજની સાથે ભેટો થયો. જ્ઞાનેશ્ર્વરજી સાથેની મુલાકાત અને એમના અનુગ્રહે ગુલાબરાવજીના જીવનની સૌથી મહત્ત્વની ઘટના જેમણે રાહ-દિશા બદલી નાખ્યા.
ઇ. સ. ૧૮૯૮મા સંત ગુલાબરાવ
મહારાજે અમુક લોકોને મંત્રદીક્ષા આપી. પરંતુ આ માટે અમુક શરતો પાળવાનું અનિવાર્ય
બનાવ્યું.
ક્યારેય ખોટું બોલવાનું નહીં, ચોરી કરવાનો નિષેધ, બધી પરસ્ત્રીને માત સમાન સમજવાની, મદ્યપાન અને માંસાહારની મનાઇ વગેરે. આ
બધા શરતો માનનારા વ્યક્તિત્વના ચરિત્રને ય ધ્યાનમાં લીધા બાદ જ ગુલાબરાવજીએ એમને દીક્ષા આપી.
સંત ગુલાબરાવજીની પરીક્ષા કરતા રહેવામાં જીવને અને નિયતિએ ક્યારેય કરકસર ન કરી. લોકો પ્રેમાદરથી તેમની પત્ની મનકર્ણિકાને માયબાઇને નામે સંબોધન કરતાં હતાં.
પત્નીને તેમણે પાતંજલ યોગ શીખવાડ્યું આગળ જતા તેઓ અમૃતાભવ અને જ્ઞાનેશ્ર્વરી પર પ્રવચન સુધ્ધાં આપતા હતા. ૧૯૦૫માં આ યુગલને ઘરે પુત્રનો જન્મ થયો.
આ પુત્ર અનંત હજી એક વર્ષનો થયો ત્યાં જ મનકર્ણિકા પરમના ધામે સિધાવી ગયા. પત્નીના અકાળે કાયમી વિયોગનો ભયંકર વિષાદ ઉપજયો. પરંતુ થોડા સમયમાં સ્વસ્થ થઇને તેમણે નવો નિર્ણય જાહેર કર્યો.
એકાંતવાસમાં રહેવાનો. આ માટે તેમણે દેઉલવાડા અને સિરસગાવ અને નજીકના પર્વતો પર પસંદગી ઉતારી.
ઘણાં સંત ગુલાબરાવ મહારાજના નિત્યક્રમ જાણીને આશ્ર્ચર્ય અનુભવતા હતા. રોજ ઘણી વહેલી સવારે જાગી જવાનું. ઠંડા પાણીથી સ્નાન કર્યા બાદ ગીતા સપ્તશતી, તુલસી મહાત્મ્ય બોલવાનું.
પછી ક્યારેક થોડાક કલાકોની માનસપૂજા હોય કે સમાધિ અવસ્થા. સમાધિમાં લીન થઇને તેઓ ગોળ-ગોળ ફરે. ગમે એટલું ફરે પણ ક્યારેય ન થાકે કે ન પડે.
ગુલાબરાવજીની ભોજનની શૈલી વિશિષ્ટથાળીમાં જે આવે તે ખાવાનું.
ગુલાબરાવજી જન્મે કણબી. કોઇ ક્ષત્રિય કહે ને કોઈ શુદ્ર. પણ તેઓ કાયમ પોતાને શુદ્ર જ ગણાવે.
હકીકતમાં તેઓ આવા ભેદભાવમાં
વિશ્ર્વાસ કરતા નહોતા. આ સંતમાં પ્રજાજનોની શ્રદ્ધા વધુ ને વધુ બળવત્તર થતી જતી હતી. ત્યાં…
(ક્રમશ:)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.