સંત ગુલાબરાવ મહારાજ-૩

ઉત્સવ

ઈતિહાસ પાછળનો ઈતિહાસ -પ્રફુલ શાહ

આ સંત ગુલાબરાવ મહારાજ બહુ જલ્દી પ્રજ્ઞાચક્ષુ મધુરાદ્વૈતચાર્ય ગુલાબરાવ મહારાજ તરીકે ઓળખવા માંડ્યા હતા. દૃષ્ટિહિન હોવા છતાં પોતાની અદ્ભુત પ્રજ્ઞા અર્થાત્ બુદ્ધિ કૌશલ થકી દુનિયાની કોઇ પણ ભાષાનાં પુસ્તક કોઇક પાસે વંચાવીને સમજી શકતા હતા.
મધુરદ્વૈત એમનો પોતીકો વિચાર હતો. મધુર ભક્તિ એટલે ભગવાન શ્રીકૃષ્ણ માટેનો અનન્ય પ્રેમ. ૧૮૯૭માં વિવિધ ધાર્મિક વિચારધારા પર નિબંધ અને કવિતા લખવાનું શરૂ કરનારા ગુલાબરાવજી નાની ઉંમરનાં નજીકના ગામથી શહેરની મુલાકાતે જઇને લોકો સાથે ધર્મની
ચર્ચા કરે.
સંત ગુલાબરાવજી પોતાને ભગવાન શ્રીકૃષ્ણની પત્ની અને સંત જ્ઞાનેશ્ર્વરની દીકરી માનતા હતા. ઘણીવાર તેઓ સ્ત્રીનાં વસ્ત્રો અંગીકાર કરતા, માથામાં સિંદૂર ભરતા અને મંગળસૂત્ર પણ પહેરતા હતા.
ઇ. સ. ૧૯૦૨માં તેમણે ડાર્વિન
અને સ્પેન્સરની થિયરી પર લખ્યું જે તેમની વિદ્વતાનું દ્યોતક છે. પછી તો ધ્યાન, યોગ, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર સહિતના વિષય પર અભ્યાસપૂર્ણ લેખ-નિબંધ-પુસ્તકો લખતા
હતા.
સૌ આશ્ર્ચર્યચકિત થઇ જતા કે તેઓ કયારે, કેવી રીતે, આટલા બધા વિષયોનો અભ્યાસ
કરી શકતા હશે! આમ છતાં તેઓ ખુલ્લેઆમ કહેતા હતા કે કણબી કોમના હોવાથી
પ્રાચીન પરંપરા મુજબ મને વેદનો અભ્યાસ
કરવાનો હક નથી, પરંતુ હું તો આ બધુ આત્મજ્ઞાનથી જાણું છું. તેઓ શાસ્ત્ર પરથી જાહેર ચર્ચામાં વિદ્વાનો અનેક બૌદ્ધિકોને પરાસ્ત કરી શકતા હતા.
ઉપલબ્ધ માહિતી મુજબ ગુલાબરાવ મહારાજે લખેલો પ્રથમ ગ્રંથ એટલે ‘ભક્તિમાર્ગ તીથામૃત’, મહારાજ પોતે બોલે અને અન્ય કોઇક લખે. આ જ રીતે તેમણે હિન્દી અને વ્રજ ભાષામાં ૪૦૬ પદનું સર્જન કર્યું.
એમના લેખમાં ચૌપાઇ, દોહા, તુકબંદી
જેવું વૈવિધ્ય સાંપડે હિન્દીમાં તો મહારાજે ‘કૃષ્ણલીલા’, ‘મંગલાચરણ’, ‘વિરહિણી’, ‘સદ્ગુરુસ્તવન’, અને ‘સંસ્તવન’, જેવા વિષયો પર પુસ્તકો આપ્યાં.
આ બધા સાથે પશ્ર્ચિમી તત્ત્વજ્ઞાન પર
પણ તેમની ગજબની પકડ અને અચંબિત
કરી નાખનારા વિચારો ધરાવતા હતા. હોશંગાબાદમાં ફિલોસોફર જયોર્જ બર્કલેના તત્ત્વજ્ઞાન અંગે સવારે છથી લઇને બપોરે ચાર વાગ્યા સુધી ચર્ચા કરીને ઘણાંનાં સંશયના છેદ ઉડાડી દીધા હતા.
આવો જ એક કિસ્સો ઇ. સ. ૧૯૧૧-૧૨માં બન્યો. નાગપુરમાં ગોવિંદરાવ ગાડેના
ઘરે ઉતર્યા, ત્યાં એક મદ્રાસી સજજન સાથે
ચર્ચા જામી. મદ્રાસી ભાઇના સવાલોના
જવાબ મહારાજ અસ્ખલિત અંગ્રેજીમાં આપતા રહ્યા.
ન ઔપચારિક શિક્ષણ કે ન સ્વ-વાંચન
છતાં સાંભળેલી વાતોને આધારે તેઓ સોક્રેટિસ અને પ્લેટોથી લઇને કોઇ પણ મહાનુભાવ
પર પ્રભાવશાળી રીતે ચર્ચા સંવાદ કરી શકતા
હતા.
૧૯૧૫ની ૨૦મી સપ્ટેમ્બરના સૂર્યોદય વેળાએ સંત ગુલાબરાવ મહારાજ પુણેના ચાકણમાં સમાધિસ્થ થયા. તેમણે નશ્ર્વર દેહ ભલે ત્યજી દીધો પરંતુ પોતાના કર્મ, લેખન અને શિષ્યો થકી કાયમ પ્રસ્તુત બની રહ્યા.
એમના મુખ્ય શિષ્ય બાબા મહારાજ
પંડિતે મોટા ગજાના બૌદ્ધિક અને સંત તરીકે નામના રાખી છે.
જ્ઞાનેશ્ર્નર મહારાજની ‘ભાવાર્થ દીપિકા’ પર બાબા મહારાજની પંડિતની ટીપ્પણ ગોરખપુરના ગીતા પ્રેસ દ્વારા પ્રકાશિત થઇ એ ઘણું કહી
જાય છે. (ક્રમશ:)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.