સંસ્કૃતિ – નિધિ ભટ્ટ
સનાતન ધર્મમાં ઈશ્ર્વર પ્રાપ્તિનો સરળ માર્ગ ભક્તિ છે. શાસ્ત્રોમાં લખ્યું છે કે માત્ર ભક્તિ કરીને વ્યક્તિ પોતાના આરાધ્ય દેવને શરણાગત થઈ શકે છે. ભગવાનની વિશેષ કૃપા પોતાના ભક્તો પર પડતી
હોય છે.
ભક્તિમાં પૂજાપાઠ અને વ્રત કરવાનું વિધાન હોય છે. જ્યારે પૂજાનું સમાપન આરતીથી થાય છે. પણ શું તમને ખબર છે કે પૂજાવિધિની સમાપ્તિ આરતીથી શા માટે થાય છે.
ધર્મ પંડિતોનું માનીએ તો આરતી પણ એક પ્રકારની પૂજાવિધિ જ છે. આ
અવસર પર થાળીમાં ઘી, કપૂર અને દીવો જલાવી ભગવાનની આરતી ઉતારવામાં આવે છે. તો આવો ભગવાનની આરતી ઉતારવાના ધાર્મિક મહત્ત્વને વિસ્તારથી જાણીએ.
ધાર્મિક મહત્ત્વ
સનાતન ધર્મશાસ્ત્ર વિષ્ણુ પુરાણમાં ઈશ્ર્વરની આરતી કરવાનું મહત્ત્વ વિસ્તારથી બતાવવામાં આવ્યું છે. શાસ્ત્રમાં આરતીને લઈને ઘણા શ્ર્લોકોનું વર્ણન કરવામાં આવ્યું છે. આમાંથી એક શ્ર્લોક છે…
યથૈવોધ્વગતિનિત્ય રાજન: દીપશિખાશુભા
દીપદાતુસ્તથૈવોધ્વગતિર્ભવતિ શોભના
આનો ભાવાર્થ એ છે કે જે પ્રકારે આરતીના સમય દીપ-જ્યોત ઉધ્વ ગતિથી પ્રકાશમાન રહે છે. આ જ રીતે આરતી કરવાવાળા અને ગ્રહણ કરવાવાળા સાધકના મનમાં આધ્યાત્મિક જાગૃત થાય છે. આ સાથે સાધકની આધ્યાત્મિક દૃષ્ટિ ઉચ્ચતમ સ્તર સુધી પહોંચે છે. એક અન્ય શ્ર્લોકમાં પણ આરતી કરવાનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે.
નીરાંજન બલિવિષ્ણોર્યસ્ય ગાત્રાણિ સંસ્પૃશેત
યજ્ઞલક્ષસહસ્ત્રાણાં લભતે સનાતન ફલમ
આ શ્ર્લોકનો ભાવાર્થ એ છે કે આરતી કરવાવાળા હજારો સાધકને હજારો યજ્ઞ કરવા જેટલા અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે.
આરતીના પ્રકાર
દીપમાલા આરતી
જળથી ભરેલા શંખ દ્વારા આરતી
ધોયેલા વસ્ત્ર દ્વારા આરતી
કેરી અને પીપળા વગેરેના પાંદડા દ્વારા આરતી
સાસ્ટાંગ આરતી
આરતી કરવાની સાચી વિધિ
આરતી કરતા સમયે સાધકનું મન સ્થિર રહેવું જોઈએ. મનમાં ભગવાનની ભક્તિની ભાવના હોવી જોઈએ. અંતર્મનથી ઈશ્ર્વરનું સ્મરણ કરવાને પંચઆરતી કહે છે. સનાતન શાસ્ત્રોમાં દિવસમાં પાંચ વાર આરતી કરવાનું વિધાન છે. આ માટે પૂજાની થાળીમાં શુદ્ધ ઘીમાં લથપથ વિષમ સંખ્યામાં જ્યોત જલાવીને આરતી કરવામાં આવે છે. પાંચ જ્યોતથી આરતી કરવાને પંચ પ્રદીપ આરતી કહેવામાં આવે છે. આરતી ગ્રહણના સમયે હથેળીનો સ્પર્શ સૌથી પહેલા મસ્તક પર કરવો જોઈએ. તે બાદ આંખ, નાક, કાન, મુખ, છાતી અને પેટ પર સ્પર્શ કરવો જોઈએ. ઉ