ટીવીની સંસ્કારી બહુ તરીકે ઓળખાતી હિના ખાન દર થોડા દિવસે કોઈને કોઈ કારણસર ટ્રોલ થતી જ હોય છે. હાલમાં જ શ્રીનગરથી પાછી ફરેલી હિના ખાન ફરી એક વખત ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ હતી અને મુંબઈ એરપોર્ટ પર પોતાને લેવા બોયફ્રેન્ડ રોકી સાથે એવી હરકત કરી બેઠી હતી લોકો તેના વીડિયો પર કમેન્ટ્સ કરી રહ્યા છે.
વાત જાણે એમ છે કે રોકી જ્યારે હિનાને લેવા માટે એરપોર્ટ પહોંચ્યો હતો ત્યારે એક્ટ્રેસ પાર્કિંગમાં પહોંચી એ સમયે બંને જણે કેમેરાથી બચીને લિપ-લૉક કરતા જોવા મળ્યા હતા. પણ તેમ છતાં આ બંને જણના લિપલોક કિસનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
પોતાની આ હરકત બાદ હિના ખાન ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ હતી અન આ રીતે ખુલ્લેઆમ લિપ લૉક કિસ કરવા બદલ ટ્રોલર્સ એક્ટ્રેસ પર આકરા પ્રહારો કરી રહ્યા છે. હિના ખાન અને રોકીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે અને આ વીડિયોમાં હિના ખાન એરપોર્ટની બહાર નીકળતી જોવા મળે છે, જ્યાં રોકી તેને રિસીવ કરવા પહોંચ્યો હોય છે. આ બંને સ્ટાર્સે કેમેરા સામે પોઝ આપ્યા હતા. આ દરમિયાન હિના ખાન ડેનિમ જીન્સ સાથે સફેદ ક્રોપ ટોપ અને તેની ઉપર કાળો કોટ પહેરીને પોતાનો લૂક કમ્પલિટ કર્યો હતો. જ્યારે રોકી પાયજામા સાથે બ્લેક ટી-શર્ટમાં જોવા મળ્યો હતો.
કેમેરાની સામે પોઝ આપ્યા પછી, બંને પોતાની કાર તરફ આગળ વધ્યા હતા અને કેમેરાથી બચીને લિપ-લૉક કિસ કરી હતી, પણ તેમની આ પ્રેમલીલા કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને થોડી જ મિનિટોમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો હતો. ત્યાર બાદથી જ એક્ટ્રેસ પોતાની આ હરકતને કારણે ટ્રોલ થઈ રહી છે.
યુઝર્સ ભડક્યા હતા અને એક યુઝરે લખ્યું હતું કે આ નામની મુસ્લિમ છે, જે ઉમરાહ કર્યા બાદ આવી છે.’ જ્યારે અન્ય યુઝરે કમેન્ટ કર્યા બાદ લખ્યું હતું કે ‘મુસ્લિમના નામ પર કલંક છે. આવા મુસ્લિમોને મક્કા અને મદીનામાં પ્રવેશવા દેવા જોઈએ નહીં.’
અત્રે ઉલ્લેખનીય છે કે હિના ખાન એક યા બીજા કારણોસર સોશિયલ મીડિયા પર ટ્રોલર્સના નિશાના પર આવતી જ હોય છે. થોડાક દિવસો પહેલાં જ એક્ટ્રેસનો ઉમરાહનો વીડિયો વાયરલ થઈ રહ્યો હતો, જેમાં લોકોએ તેની ડ્રેસિંગ સેન્સને લઈને તેની ટીકા કરી હતી.