સંસ્કારી નગરી તરીકેની જાણીતું વડોદરા શહેર ડ્રગ્સ ઉત્પાદનનું હબ બનતું જતું હોઈ એવું લાગી રહ્યું છે. વડોદરામાં ફરી પાછું મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાયું છે. શહેરના ધમધમતા વિસ્તાર સયાજીગંજમાં ગુજરાત ATSએ શેર બ્રોકરની ઓફિસમાં ચાલતી ડ્રગ્સ લેબોરેટરી ઝડપી પાડી છે. 2 ડ્રમ્સમાં ભરેલું 100 કિલો જેટલું ડ્રગ્સ પકડાયુ છે. થોડા દિવસ પહેલા સિંધરોટ ગામે પકડાયેલી ડ્રગ્સ ફેક્ટરીની તપાસમાં આ લેબોરેટરી અંગે બાતમી મળી હતી.
મળતી માહિતી મુજબ વડોદરા શહેરના મધ્યમાં આવેલા સયાજીગંજ વિસ્તારમાં પાયલ કોમ્પ્લેક્સમાં ડ્રગ્સ બનાવવાનો ગોરખધંધો ચાલતો હતો. 10 વર્ષથી બંધ શેર બ્રોકિંગની ઓફિસમાંથી ડ્રગ્સના બે બેરલ પકડાયા હતા. પાયલ કોમ્પ્લેક્ષના એક માળ પર લેબોરેટરી ચાલતી હતી, તો અન્ય બે માળ પર રો મટીરિયલ અને તૈયાર ડ્રગ્સ રખાતું હતું. આ લેબોરેટરીનું કનેક્શન સિંધરોટમાં પકડાયેલી ફેક્ટરી સાથે હોવાનું સામે આવ્યું છે. પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે, આરોપીઓએ સયાજીગંજમાં લેબોરેટરી શરુ કર્યા બાદ સિંધરોટ ગામમાં ફેક્ટરી શરૂ કરી હતી.
2 દિવસ પહેલા પણ વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં કચરાપેટીમાંથી 8 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું હતું. ATSની ટીમ પહોંચતા કચરા પેટીમાં ડ્રગ્સ ફેંકી દેવાયું હતું. હાલ ATSના 12 થી વધુ અધિકારીઓ આરોપીની સઘન તપાસ કરી રહ્યા છે.
થોડા મહિના આગાઉ વડોદરા નજીક સાવલીના મોક્સી ગામેથી પણ એમડી ડ્રગ્સ બનાવવાનું ફેક્ટરી અને ગોડાઉન પકડી પાડવામાં આવ્યું હતું. જેમાં ATSએ રૂ.1400 કરોડનો એમડી ડ્રગ્સ અને કેમિકલ પકડી પડ્યું હતું.
Home આપણું ગુજરાત સંસ્કારીનગરી બની ડ્રગ્સનું હબ: વડોદરામાં શેર બ્રોકિંગની બંધ ઓફિસમાંથી 100 કિલો ડ્રગ્સ...