લગ્નને જ્યાં માત્ર એક જ મહિનાની વાર હતી ત્યાં એક યુવકે પોતાની ભાવિ પત્નિ પર બળાત્કાર કરી તેનું ગળું કાપી હત્યા કરી હોવાની ઘટના જાલનામાં બની હતી. મંઠા તાલુકાના બેલોરા ગામમાં શનિવારે બપોરે બનેલી આ ઘટનાને કારણે હાહાકાર મચી ગયો છે. દિપ્તી ઉર્ફે સપના સંદિપ જાધવ નામની યુવતી પર તેના ભાવિ પતિએ બલાત્કાર કરી તેનુ ગળુ કાપી તેને મોતને ઘાટ ઉતારી હતી. આ ઘટના બાદ યુવક ફરાર હોવાથી પોલીસ તેની શોધમાં છે. હજી સુધી હત્યાનું કારણ જાણવા મળ્યું નથી.
બેલોરા ગામની દિપ્તી ઉર્ફે સપના સંદિપ જાધ (ઉં.17)નું બુલઢાણા જિલ્લાના મેહકર તાલુકાના વરુડમાં રહેતાં સુશીલ સુભાશ પવાર સાથે લગ્ન નક્કી થયા હતા. 17મી માર્ચ 2023ના રોજ તેમના લગ્ન થવાના હોવાથી શનિવારે વધુ અને વર બંને પક્ષના લોકો લગ્નની ખરીદી માટે દુસરબિડ ગયા હતા. આ વખતે સુશીલ પણ તેના પરિવારજનો સાથે ખરીદી માટે આવ્યો હતો. પણ એ અચનાક ગાયબ થઇ ગયો અને છેક બેલોરા જતો રહ્યો. પરિવારજનો ખરિદી માટે ગયા હોવાથી ઘરે ભાવિ પત્નિ દિપ્તી એકલી જ હતી. જેનો લાભ લઇ આ યુવકે તેની પર બળાત્કાર કર્યો અને તેણે વિરોધ કરતા યુવકે ધારદાર હત્યારથી તનું ગળું કાપી નાંખ્યુ. જેથી દિપ્તીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ સનકી યુવકે પોતાની ભાવિ પત્નિની આટલી કૃરતાથી હત્યા કેમ કરી તેનું કારણ હજી જાણવા મળ્યું નથી.