Homeસ્પોર્ટસસંજુ સેમસનના ચાહકો BCCI પર ભડક્યા, કહ્યું ચાલી શું રહ્યું છે?

સંજુ સેમસનના ચાહકો BCCI પર ભડક્યા, કહ્યું ચાલી શું રહ્યું છે?

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રવિવારે સિરીઝની બીજી મેચ રમાઈ હતી. જોકે, વરસાદ આ મેચમાં વિલન બન્યો હતો. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ માટે ટીમ ઈન્ડિયાએ પ્લેઈંગ 11 માટે બે ફેરફાર કર્યા હતાં, જેને લઈને ચાહકો રોષે ભરાયા હતાં. શાર્દુલ ઠાકુર અને સંજૂ સેમસનને ટીમમાંથી બહાર કરીને દીપક હુડ્ડા અને દીપક ચાહરને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

ટીમ ઈન્ડિયાએ સંજુ સેમસનને પ્લેઈંગ-11માંથી બહાર કર્યો હોવાથી તેના ચાહકોએ બીસીસીઆઈ સામે નારાજી વ્યક્ત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે સંજૂને તક આપવા માટે તેના ચાહકો અવાજ ઉઠાવતા હોય છે. જ્યારે સિનિયર પ્લેયર્સને આરામ આપવામાં આવે ત્યારે સંજૂને મોકો આપવામાં આવે છે. ટ્વિટર પર પણ આ મુદ્દો ટ્રેન્ડ કરી રહ્યો છે. ચાહકોએ બીસીસીઆઈ પર જાણી જોઈને સંજૂ સાથે ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું હોવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે વન ડે ક્રિકેટમાં સંજૂના રેકોર્ડ પણ ગણાવ્યા છે. સંજૂ સેમસન બીસસીઆઈ માટે સરળ ટાર્ગેટ છે. એક મેચ બાદ સંજૂને ડ્રોપ કરી નાંખ્યો, બીસીસીઆઈ કરી શું રહ્યું છે? એવા સવાલ સંજૂના ફેન્સ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular