સંજય રાઉત અને તેમની પત્નીને સામસામે બેસાડી પૂછપરછ કરવામાં આવશે

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

પતરા ચાલ કૌંભાડ કેસમાં શિવસેનાના સાંસદ સંજય રાઉતની મુશ્કેલી દિવસેને દિવસે વધી રહી છે. તેઓ 8 ઑગસ્ટ સુધી ઇડીની કસ્ટડીમાં છે. ઇડીએ જણાવ્યું હતું કે સંજય રાઉત તપાસમાં સહકાર નથી આપી રહ્યા. ઇડીએ તેમની પત્ની વર્ષા રાઉતને પણ સમન્સ પાઠવ્યા હતા, જે મુજબ વર્ષા રાઉત આજે EDમાં હાજર થયા છે. ED દ્વારા તેમની પૂછપરછ ચાલી રહી છે. વર્ષા રાઉત અને સંજય રાઉતને સામસામે બેસાડીને પૂછપરછ કરવામાં આવે તેવી શક્યતા છે. વર્ષા રાઉતના બેંક ખાતામાંથી કરોડોના વ્યવહારો થયા હોવાનો EDનો આરોપ છે. EDને સંજય રાઉતના ઘરેથી કેટલાક દસ્તાવેજો મળ્યા છે. ED આ દસ્તાવેજોના આધારે જ રાઉતની પત્ની વર્ષા રાઉતની પૂછપરછ કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વર્ષા રાઉતના ખાતામાં આવેલા એક કરોડ 8 લાખના સંદર્ભમાં ED વર્ષા રાઉતને પ્રશ્નો પૂછી શકે છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે રાઉતની પતરા ચાલ કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કર્યા પછી તેના સંપર્કોને શોધવાનો પ્રયાસ કરી રહી છે. ખાસ કરીને પ્રવીણ રાઉત, સુજીત પાટકર અને રાઉતની પત્ની વર્ષા રાઉતના એકબીજા સાથે શું સંબંધ છે તેની તપાસ ચાલી રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.