છેલ્લા કેટલાંક સમયથી રાજ્યના રાજકીય વર્તુળોમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે. ચૂંટણી પંચે શિંદે ગ્રુપની તરફેણમાં નિકાલ આપતા શિવસેના આ નામ અને ઘનુષ્ય બાણનું પક્ષનું ચિન્હ પણ ઉદ્ધવ ઠાકરેના હાથમાંથી નીકળી ગયું છે. આ નિર્ણયના વિરોધમાં હાલમાં જ ઉદ્ધવ ઠાકરેએ ઉચ્ચ ન્યાયાલયમાં યાચીકા દાખલ કરી છે. હાલમાં શિંદે ગ્રુપ અને ઉદ્ધવ ગ્રુપ વચ્ચે હૂંસા-તૂંસીની લઢાઇ ચાલી રહી છે. ત્યારે આવા સનમયે ઉદ્ધવ ગ્રુપના સંજય રાઉત દ્વારા કરવામાં આવેલુ ટ્વીટ ચર્ચાનો વિષય બની ગયો છે. સંજય રાઉતે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ‘થોરાંચે વિચાર’ એવું લખેલો એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં જાણીતા રાજકીય વિચારક જ્યોર્જ બર્નાર્ડ શ્વનું શૉ એક વિધાન ટાંકવામાં આવ્યું છે. જેમા સત્તા અને સત્તાધારી વ્યક્તિ એ વિષય પર જ્યોર્જ બર્નાર્ડ શૉ એ જે વાત કહી છે એ સંજય રાઉતે પોતાના ટ્વીટ મારફતે શેર કરી છે.
— Sanjay Raut (@rautsanjay61) February 21, 2023
‘સત્તા વ્યક્તિને ભ્રષ્ટ કરતી નથી, પણ મૂર્ખ વ્યક્તિ સત્તામાં આવે તો એ વ્યક્તિ સત્તાને ભ્રષ્ટ કરવા લાગે છે’ આ વાક્ય એ ફોટોમાં દર્શાવવામાં આવ્યું છે. જો કે સંજય રાઉતે આ ટ્વીટમાં કોઇ લખાણ કોઇ ટિપ્પણી કરી નથી, પણ જે પ્રકારે રાજ્યની હાલની રાજકીય સ્થિતિ છે એ જોતા આ ટ્વીટને કારણે માહોલ ગરમાયો છે.સંજય રાઉતનું આ ટ્વીટ એકનાથ શિંદેને સંભળાવવા માટેનું છે એવી ચર્ચાઓ થઇ રહી છે.
THIS COMMENT IS FIT TO UDHAVJI.