રાઉતને ઝટકો! PMLA કોર્ટે પાંચ સપ્ટેમ્બર સુધી લંબાવાઈ judicial custody

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

પત્રા ચાલ સ્કેમમાં શિવસેના સાંસદ સંજય રાઉતની judicial custody પાંચ સપ્ટેમ્બર સુધી વધારવાનો નિર્ણય મુંબઈની PMLA કોર્ટ દ્વારા લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે આછ કલાક સુધી રાઉતની પુછપરછ કર્યા બાદ ઈડીએ 31 જુલાઈના રોજ તેમની ધરપકડ કરી હતી.
સંજય રાઉતને હાલમાં મુંબઈની આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યા છે. નોંધનીય છે કે એનસીપી નેતા નવાબ મલિક અને અનિલ દેશમુખ પણ આ જ જેલમાં બંધ છે. કોર્ટે રાઉતને ઘરનું ખાવાનું ખાઈ શકવાની મંજૂરી આપી છે. રાઉતે અગાઉ કોર્ટને જણાવ્યું હતું કે, તે હૃદયરોગથી પીડિત હોવાથી બેડની વ્યવસ્થા જોઈએ છે. જોકે કોર્ટે જણાવ્યું હતું કે, સીએમઓ તરફથી તપાસ થયા બાદ આદેશ આપવામાં આવી શકે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.