Maharashtra Crisis: બળવાખોર ધારાસભ્યો પર સંજય રાઉતનો કટાક્ષ! કહ્યું, ક્યાં સુધી તમે ગુવાહાટીમાં છુપાશો

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

Mumbai: મહારાષ્ટ્રના રાજકીય ઘમાસાણ વચ્ચે શિવસેનાના નેતા સંજય રાઉતે રવિવારે શિંદે કેમ્પના નેતાઓ પર કટાક્ષ કર્યો હતો. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે, ભાજપ શાસિત આસામના ગુવાહાટીમાં ક્યાં સુધી છુપાશો? એક દિવસ તો મુંબઈમાં આવવું જ પડશે.

“>

સૂત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રના ડેપ્યુટી સ્પીકર નરહરિ ઝિરવાલે શિવસેનાના 16 બળવાખોર ધારાસભ્યોને નોટિસ મોકલી છે. અયોગ્યતા ની સુનાવણી માટે ધારાસભ્યોએ સોમવારે મુંબઈમાં હાજર રહેવું પડશે. ઉલ્લેખનીય છે કે, ઝિરવાલે અગાઉ શિવસેના નેતૃત્વ સામે બળવો કરનાર રાજ્યના કેબિનેટ મંત્રી એકનાથ શિંદેના સ્થાને શિવસેનાના વિધાનમંડળ પક્ષના નેતા તરીકે અજય ચૌધરીની નિમણૂકને મંજૂરી આપી છે.

રસપ્રદ વાત એ છે કે, શિંદે જૂથે શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેના નામ પરથી તેમના જૂથનું નામ ‘શિવસેના બાળાસાહેબ’ રાખ્યું છે. સંજય રાઉતે કહ્યું, “મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે જે નેતાઓએ શિવસેના છોડી દીધી છે તેઓએ શિવસેના અને બાળાસાહેબ ઠાકરેના નામે વોટ ન માંગવા જોઈએ. તમારા પિતાના નામ પર વોટ માંગો. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જે કામ કર્યું છે તે પ્રશંસનીય છે. અમે બધા તેમના નેતૃત્વમાં ચૂંટણી લડીશું,”

એકનાથ શિંદે શિવસેનાના 56 ધારાસભ્યોમાંથી 38 ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કરે છે, જે 288 સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભામાં પક્ષની સંખ્યાના બે તૃતીયાંશ કરતા વધુ છે. તેનો અર્થ એ છે કે તેઓ કાં તો છોડી શકે છે અને અન્ય રાજકીય પક્ષ બનાવી શકે છે અથવા રાજ્ય વિધાનસભામાંથી અપાત્ર ઠર્યા વિના અન્ય પક્ષમાં ભળી શકે છે.

દરમિયાન, બળવાખોર શિવસેના ધારાસભ્ય દીપક કેસરકરે કોઈપણ પક્ષ સાથે વિલીનીકરણની વાતચીતને નકારી કાઢી હતી. “અમે હજુ પણ શિવસેનામાં છીએ, એક ગેરસમજ છે કે અમે પાર્ટી છોડી દીધી છે. અમે અમારા જૂથને અલગ કર્યું છે. અમે જે માર્ગ ઇચ્છતા હતા તે અનુસરવા માટે અમારી પાસે બે તૃતીયાંશ બહુમતી છે. અમારા નવા નેતા બહુમતી દ્વારા પસંદ કરવામાં આવ્યા છે. તેમની પાસે 16-17 થી વધુ ધારાસભ્યો નથી

અમને કોઇ પક્ષ સાથે મર્જ થવાની કોઈ જરૂર નથી. અમારા જૂથને અલગ માન્યતા આપવામાં આવશે. અમે અન્ય કોઈ પક્ષ સાથે મર્જ કરવાના નથી. અમારા જૂથને માન્યતા મળવી જોઈએ. જો તે આપવામાં નહીં આવે તો અમે કોર્ટમાં જઈને અમારું અસ્તિત્વ સાબિત કરીશું. અમારી પાસે નંબર છે, પરંતુ અમે સીએમ ઉદ્ધવ ઠાકરેનું સન્માન કરીએ છીએ, અમે તેમની વિરુદ્ધ બોલીશું નહીં. અમે જે માર્ગ પર અમે વિધાનસભાની ચૂંટણી લડ્યા તે જ અનુસરવું જોઈએ,” એમ કેસરકરે કહ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.