રાજ્યસભામાં શિવસેનાના સાંસદ સંજય રાઉતની મુશ્કેલી ઓછી થાય એવા કોઇ એંધાણ નથી. પોલીસ લોકઅપમાંથઈ બહાર આવ્યા બાદ થઓડા સમય શાંત રહ્યા બાદ રાઉતે રાજ્ય સરકાર સામે બેફામ નિવેદનો કરવા માંડ્યા છે, જેના કારણે તેઓ મુશ્કેલીમાં મુકાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે રાજ્ય સરકાર રાઉત સામે મોટું પગલું ભરવાની તૈયારી કરી રહી છે. સંજય રાઉતે મહારાષ્ટ્રની વિધાનસભાને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. સંજય રાઉતે નિવેદન આપ્યું હતું કે ‘મહારાષ્ટ્રની વિધાનસભા ‘ચોર’ સંસ્થા છે. સંજય રાઉતના વિવાદાસ્પદ નિવેદન બાદ ભાજપ અને શિવસેનાના ધારાસભ્યો આક્રમક બન્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે વિધાનસભામાં સંજય રાઉત પર મહાભિયોગ લાવવાની તૈયારી કરવામાં આવી છે. સાંસદ સંજય રાઉતે શિંદે અને ફડણવીસ સરકાર પર પ્રહારો કર્યા છે. સંજય રાઉતે જોરદાર પ્રહારો કર્યા છે કે આ વિધાનસભા નથી પરંતુ ચોરોનું બોર્ડ છે.
સંજય રાઉતના આ નિવેદન બાદ શિંદે સરકાર તેમની સામે ક્યારે અને શું પગલા ભરે છે એ તો આવનારો સમય જ કહેશે.