શિવસેનાના સાંસદ સંજય રાઉતે 18 જુલાઇના રોજ યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) ના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને સમર્થન આપવાના પક્ષના નિર્ણયનો બચાવ કરતા જણાવ્યું હતું કે શિવસેનામાં ઘણા આદિવાસી કાર્યકરો છે. આદિવાસી કાર્યકરોએ આગ્રહ કર્યો. તેથી અમે દ્રૌપદી મુર્મુ ને સમર્થન આપવાનું નક્કી કર્યું. આદિવાસીઓ પ્રત્યેની સારી લાગણીને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમે રાજકારણથી આગળ વધવાનું નક્કી કર્યું હતુ. .
ભાજપના નેતૃત્વ હેઠળના NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ આજે મુંબઈ પહોંચશે . આ વખતે તે ભાજપના સાંસદો, ધારાસભ્યો અને શિંદે જૂથના ધારાસભ્યો સાથે વાતચીત કરશે અને તેમને મત આપવા માટે અપીલ કરશે. શિવસેનાએ પણ મુર્મુને સમર્થન આપ્યું હોવાથી શું મુર્મુ માતોશ્રી જઈને ઉદ્ધવ ઠાકરેને મળશે ? આ વાતે સૌનું ધ્યાન ખેંચ્યું છે. આ પૃષ્ઠભૂમિમાં શિવસેનાના નેતા સંજય રાઉતે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, દ્રૌપદી મુર્મુ માતોશ્રીમાં મળવા માટે આવે એટલે શિવસેનાને મુર્મુને સમર્થન આપવાનો નિર્ણય લીધો નથી. આ કોઈ રાજકીય નિર્ણય નથી. આ અમારી લાગણી છે. આદિવાસી સમુદાય માટે આદર છે. તેથી જ અમે તેમને ટેકો આપ્યો છે. નંદુરબાર, ધુલે, મેલઘાટમાં આદિવાસી સમાજ મોટો છે. અમારા ઘણા ધારાસભ્યો આદિવાસી છે. તે વિસ્તારમાંથી ચૂંટાયા છે. તેઓ મીડિયા સાથે વાતચીત કરી રહ્યા હતા.
તેમણે એમ પણ કહ્યું કે તેમની લાગણી સમજીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. દ્રૌપદી મુર્મુના ઝારખંડ જેવા પછાત વિસ્તારમાંથી આવે છે. તેઓ રાષ્ટ્રપતિ બને તેવી રાષ્ટ્રની લાગણી છે. તેથી, અમે ચૂંટણી અને રાજકીય લાભ અને નુકસાનનું ગણિત જોયું નથી.
