રાઉતનો વિપક્ષી નેતાઓને પત્ર! ઝૂકેગા નહીં ઔર તૂટેગા નહીં, એક દિવસ જીત સત્યની થશે

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

પત્રા ચાલ સ્કેમમાં ફસાયેલા શિવસેના સાંસદ સંજય રાઉતે વિપક્ષી નેતાઓને એક પત્ર લખ્યો છે અને આ પત્રના માધ્યમથી મુશ્કેલીના સમયમાં સદનના અંદર અને બહાર તેમના સમર્થનમાં અવાજ ઉઠાવવામાં આવ્યો તે બદલ તેમણે આભાર માન્યો છે.
સંજય રાઉતે પત્રમાં લખ્યું હતું કે, મુશ્કેલીના સમયમાં ખબર પડે છે કે તમારી પડખે કોણ ઉભું છે. કેન્દ્ર સરકાર અમને સકંજામાં ફસાવવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ હું ઝૂકીશ નહીં. આ તપાસ ભલે ચાલે, હું તૂટીશ નહીં. અંત સુધી લડીશ. કોઈ પણ પ્રકારનું દબાણ મને તોડી શકે તેમ નથી. સમયનું ચ્ક ફરશે ત્યારે લોકોને ખબર પડશે. અમારા વિચારોની જ્યારે જીત થશે ત્યારે દેશ સાચી દિશામાં આગળ વધશે. હાલમાં ધૈર્ય રાખવું પડશે. સંયમથી કામ લેવું પડશે. જીત અમારી થશે. બાળા સાહેબ અમને શીખવી ગયા છે કે રોવાનો અર્થ નથી. જે સત્ય છે તેની માટે લડો અને હું તેમના વિચારોનું પાલન કરી રહ્યો છું
પત્રમાં સંજય રાઉતે કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેનો પણ આભાર માન્યો હતો. નોંધનીય છે કે ખડગેએ આખા વિવાદ દરમિયાન રાઉતને સમર્થન આપ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.