મુંબઈઃ સાંસદ સંજય રાઉતે મુંબઈ પોલીસના કમિશનર જયજિત સિંહને એક પત્ર લખ્યો છે અને આ પત્રમાં તેમણે સાંસદ અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના દીકરા શ્રીકાંત શિંદે પર ગંભીર આક્ષેપો કરતાં હવે મહારાષ્ટ્રનું રાજકારણ વધારે ગરમાયું છે. આવો જોઈએ શું લખ્યું છે રાઉતે આ પત્રમાં રાઉતે કમિશનરને લખેલાં પત્રમાં લખ્યુ છે કે છેલ્લાં કેટલાક દિવસથી મહારાષ્ટ્રના લોકપ્રતિનિધિઓને ધમકી આપવાનું અને હુમલાની ધમકીઓનું સત્ર ચાલું જ છે. આ મહરાષ્ટ્રની પરંપરા નથીય મહારાષ્ટ્રમાં સત્તાંતર થયા મારી સિક્યોરિટી હટાવી દેવામાં આવી છે. મારી આ બાબતે કોઈ ફરિયાદ નથી. આવા રાજકીય નિર્ણય લેવાતાં હોય છે. લોકપ્રતિનિધિઓની સુરક્ષાએ સરકારનો વિષય છે અને આ બાબત માટે તમે સક્ષમ છો. આગળ આ પત્રમાં તેમ છતાં હું એક ગંભીર બાબત તરફ આપનું ધ્યાન દોરવા માંગુ છું. થાણેના એક કુખ્યાત ગુંડા રાજા ઠાકુર અને તેની ટોળકીની મારા પર હુમલો કરવા માટેની સુપારી આપવામાં આવી છે. આ સુપારી શ્રીકાંત શિંદે દ્વારા આપવામાં આવી હોવાની માહિતી મને મળી છે અને મહારાષ્ટ્રમાં હાલમાં જે પ્રકારનું રાજકીય વાતાવરણ જોવા મળી રહ્યું છે એ જોતા આ બાબતે આપનું ધ્યાન દોરવું આવશ્યક છે, એવો ઉલ્લેખ પણ રાઉતે તેના પત્રમાં કર્યો છે.
સંજય રાઉતે લખ્યો મુંબઈ પોલીસ કમિશનરને પત્ર…
RELATED ARTICLES