નાસિકઃ ઠાકરે જૂથના નેતા સંજય રાઉત હાલમાં નાશિકની મુલાકાતે છે અને આ કાર્યક્રમમાં તેમણે અમિત શાહ સહિત ભાજપની ટીકા કરી હતી. રાઉત દેવસ્થાનના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. નાશિકમાં બુવાજી બાબા દેવસ્થાનની સ્વાગત કમાનનું ઉદ્ઘાટન સંજય રાઉના હસ્તે કરવામાં આવ્યું હતું એ વખતે બોલતી વખતે રાઉતે જણાવ્યું હતું કે બુવાજી બાબા દેવસ્થાન એ મહારાષ્ટ્રના પવિત્ર સ્થાનોમાંથી એક છે અને એટલે જ અમારે ગુવાહાટી જવાની જરૂર નથી. અમને ગુવાહાટી અને રેડ્યા (પાડા)ઓની જરૂર નથી. અમારી પાસે બુવાજી બાબા દેવસ્થાન છે. રાઉતે આગળ જણાવ્યું હતું કે હાલમાં અમારી સામે બાળાસાહેબાંચી શિવસેના ટકાવવાનો પડકાર છે અને એ માટે અમે લડી રહ્યા છીએ. હાલમાં રાઉત નાશિકની મુલાકાતે છે. બીજી બાજુ આજે સુપ્રીમ કોર્ટમાં મહારાષ્ટ્રના સત્તાસંઘર્ષ મામલે સુનાવણી કરાઈ રહી છે. વિધાનસભ્યોની અપાત્રતા મામલે સુનાવણી ચાલી રહી છે. બપોર બાદ ચૂંટણી પંચના નિર્ણય પર આજે સુનાવણી કરવામાં આવી હતી.