મુંબઈઃ એકનાથ શિંદેની શિવસેનાએ પહેલાં બાપને ભગાડીને લઈ ગયા અને હવે તે તેમના સંતાનોને પણ ભગાડી લઈ જઈ રહ્યા છે, એવી જોરદાર ટીકા ઠાકરે જૂથના સંજય રાઉતે કરી છે અને હવે આ ટીકા પર રાજકીય પ્રતિક્રિયાઓ વ્યકત કરાઈ રહી છે.
શિવસેનાના વરિષ્ઠ નેતા સુભાષ દેસાઈના દીકરા ભૂષણ દેસાઈએ એકનાથ શિંદેના જૂથમાં પ્રવેશ કર્યો હતો. આ મુદ્દે સંજય રાઉતે ટિપ્પણી કરી હતી કે શિંદે જૂથ પહેલાં બાપને ભગાડીને લઈ ગયા હતા હવે અને દીકરાઓને પણ ભગાડીને લઈ જઈ રહ્યા છે. હવે રાઉતની આ ટિપ્પણી પર ઔરંગાબાદ વિધાનસભ્ય સંજય શિરસાટે જણાવ્યું હતું કે રાઉતની શિવસેના હવે બાળકોને પણ સંભાળી શકતી નથી.
સંજય રાઉતની ટિપ્પણી પર સંજય શિરસાટે કમેન્ટ કરતાં જણાવ્યું હતું કે સંજય રાઉતનું માનસિક સંતુલન ખોરવાઈ ગયું છે અને તેઓ શું બોલે છે એનું કોઈ જ મહત્ત્વ નથી. સંજય રાઉત જો એવું કહી રહ્યા હોય કે પહેલાં બાપને ભગાવી લઈ ગયા, હવે દીકરાઓને ભગાવી રહ્યા છો તો અરે તમે લોકો દીકરાઓને પણ નથી સંભાળી શકતા કે? એટલે આ બાબતે તમારે કંઈ બોલવું જ ના જોઈએ. એક એક કરીને આખો પક્ષ ખાલી થઈ રહ્યો છે, પણ તેમ છતાં તમારી અકડ નથી તૂટતી, આ તદ્દન અયોગ્ય છે. અમે આરું કામ કરી છીએ, અમે અમારા પક્ષનો વિસ્તાર કરી રહ્યા છીએ.
દરમિયાન શિવસેના સત્તા સંઘર્ષ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ રહી છે અને એ પરથી જ શિરસાટે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં અમને ન્યાય મળશે એવો વિશ્વાસ છે અને ભવિષ્યમાં કેબિનેટનો વિસ્તાર પણ થશે. પરંતુ એક વાત તો ચોક્કસ છે કે આવું થવાને કારણે અમુક લોકોને ચોક્કસ જ તકલીફ થશે.
તમારાથી તો છોકરાઓ પણ સંભાળી નથી શકાતા, કોણે રાઉતને સંભળાવ્યું આવું?
RELATED ARTICLES