Homeઆમચી મુંબઈમને લાગ્યું મુંબઈ પર અણુબોમ્બ જ પડ્યો કે શું...?: સંજય રાઉત

મને લાગ્યું મુંબઈ પર અણુબોમ્બ જ પડ્યો કે શું…?: સંજય રાઉત

મુંબઈ: શિંદે જૂથના રાહુલ શેવાળેએ ઠાકરે જૂથના સંજય રાઉત પર માનહાનિનો દાવો કરતાં રાઉતે પોતાની સ્ટાઈલમાં શેવાળે પર નિશાનો સાધ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે શેવાળે પર થોડાક દિવસ પહેલા જ એક યુવતીનો વિનયભનગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેને કારણે રાજકીય માહોલ ગરમાયો હતો. વિરોધીઓ આ ઘટનાની ટીકા કરી હતી. શેવાળે દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે આખી ઘટનાને મારી મચડીને શિવસેનાના મુખપત્ર દોપહર કા સામનામાં પ્રકાશિત કરવામાં આવી છે. આક્ષેપ કરનારી છોકરીના અંડર વર્લ્ડ અને દાઉદ સાથે સારા સંબંધો છે એવું પણ શેવાળેએ વધુમાં જણાવ્યું હતું. એટલું જ નહીં પણ તેમણે સંજય રાઉત પર માનહાનિનો દાવો પણ કર્યો છે. આનો જવાબ આપતા સંજય રાઉતે જણાવ્યું હતું કે કોની પાસેથી? બાપ રે… એવું કે? મને લાગ્યું મુંબઈ પર અણુબોમ્બ જ પડયો કે શું? જવા દો… આવી નોટિસ તો આવ્યા કરે…
દરમિયાન પાલિકાની ચૂંટણીની જવાબદારી શિંદે જૂથના 12 સંસદ સભ્યને સોંપવામાં આવી છે એના વિશે તમારૂં શું માનવું છે એવું પૂછતા રાઉતે જણાવ્યું હતું કે રણનીતિ કોને કહેવાય એની આ લોકોને ખબર છે કે? ખોખા, કવર ક્યાં અને કેવી રીતે પહોંચાડવા એ જ એમની રણનીતિ છે… મતદારો નક્કી કરશે જે કરવું હોય એ. એ લોકો રાહ જોઈ રહ્યા છે કે આ ખોખા અને કવરની રાજનીતિ કરનારા ક્યારે આવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular