એકનાશ શિંદેની દિલ્હીની મુલાકાતથી સંજય રાઉત થયા લાલચોળ, કહ્યું- એકનાથ શિંદેના હાઇકમાન્ડ BJP, શિવસેનાનો કોઇ CM દિલ્હી નથી ગયો

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે ભાજપના મુખ્યપ્રધાન છે. તેઓ પ્રધાનમંડળનું વિસ્તરણની ચર્ચા કરવા માટે દિલ્હી ગયા છે. એમના હાઇકમાન્ડ દિલ્હીમાં છે. શિવસેનાના હાઇકમાન્ડ મુંબઈના માતોશ્રીમાં છે. દિલ્હીશ્વરના આશીર્વાદથી જ એકનાથ શિંદેનું દરેક પગલું આગળ વધતુ દેખાય છે. શિંદે જૂથના 40 વિધાનસભ્ય તન મન ધનથી ભાજપમાં વિલીન થઇ ચૂક્યા છે. પ્રધાનમંડળના વિસ્તરણ માટે શિવસેનાનો કોઇ સીએમ દિલ્હી ગયો નથી. પોતાના અસ્તિત્વને બચાવવા માટે શિંદે જૂથના વિધાનસભ્યો પોતાને શિવસૈનિક ગણાવી રહ્યા છે. આવા શબ્દોમાં શિવસેનાના સાંસદ સંજય રાઉતે શિંદે જૂથની ટીકા કરી હતી. આ સાથે જ એમણે પડકાર ફેંક્યો હતો કે હિમ્મત હોય તો મધ્યાવધિ ચૂંટણી કરાવો અને ઉદ્ધવ ઠાકરે સમર્થક ઉમેદવારો વિરુદ્ધ ચૂંટણી લડીને દેખાડો. એમણે કહ્યું હતું કે 40 બળવાખોર ધારાસભ્યોથી જ શિવસેનાનું અસ્તિત્વ નથી, પણ શિવસેના વગર એ વિધાનસભ્યોનું કોઇ અસ્તિત્વ નથી. શિંદે જૂથના 40 વિધાનસભ્ય તન અને મનથી ભાજપમાં વિલીન થઇ ગયા છે. ધનથી તો તેઓ ભાજપના અગાઉથી જ થઇ ચૂક્યા હતા. સંજય રાઉતે કહ્યું હતું કે દિલ્હીની તાનાશાહીથી શિવસેના લડતી રહેશે. શિવસેનાને તોડવાનો ભાજપે ઘણો પ્રયત્ન કર્યો. શિવસેનાને ન તોડી શકયા એટલે વિધાનસભ્યોને તોડી નાખ્યા. જે ભાજપે શિવસેના સાથે ગદ્દારી કરી એને શિદેએ હાઇકમાન્ડ માની લીધા. એ બધાને રસ્તા પર આવવુ પડશે. મુંબઈને તોડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તેને મહારાષ્ટ્રથી અલગ કરીને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાનો પ્લાન છે. મુંબઈને તોડવા માટે જ દિલ્હીએ શિવસેનાને તોડી છે, કારણ કે શિવસેના તેમના કામમાં અડચણરૂપ બને છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.