દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ધરપકડને લઈને AAP સહિત વિપક્ષના ઘણા નેતાઓ કેન્દ્ર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. હવે ઉદ્ધવસેનાના સાંસદ સંજય રાઉતે પણ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે જે રીતે સિસોદિયા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે, તેનાથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કેન્દ્ર સરકાર તેના વિરોધીઓનો અવાજ બંધ કરી રહી છે.
સંજય રાઉતે કહ્યું કે જે કોઈ પણ સરકાર સામે સવાલ પૂછે છે તેને ઈડી અને સીબીઆઈનો ડર બતાવીને ધરપકડ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે ભાજપમાં શું હિમાલયના સંતો બેઠા છે. જીવન વીમા નિગમ (LIC), SBI, LIC કોણે લૂંટી? મનીષ સિસોદિયા હોય કે રાહુલ ગાંધી, બધા જ સરકારને સવાલો પૂછી રહ્યા છે. તેથી જ તેમની સાથે આવું થઈ રહ્યું છે.
રાઉતે વધુમાં કહ્યું કે ભાજપ ગમે તેટલો જુલમ કરે, અમે બોલતા રહીશું અને અમારી પાર્ટી મનીષ સિસોદિયા સાથે રહેશે. તે જ સમયે CBI સૂત્રોએ દાવો કર્યો છે કે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને સોમવારે બપોરે 2 વાગ્યે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સીબીઆઈ તેને કોર્ટમાં રજૂ કરતા પહેલા તેનો મેડિકલ ટેસ્ટ પણ કરાવશે.
સંજય રાઉતે મનીષ સિસોદિયાને આપ્યું સમર્થન, કહ્યું ભાજપમાં શું હિમાલયના સંતો બેઠા છે
RELATED ARTICLES