ચોથી ઓગસ્ટ સુધી રાઉત ઈડીની કસ્ટડીમાં!

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

પત્રાચાલ મની લોંડ્રિંગ કેસમાં ઈડીએ સંજય રાઉતને આજે મુંબઈની PMLA રજૂ કર્યા હતાં ઈડીએ કોર્ટમાં સંજય રાઉતની આઠ દિવસની કસ્ટડીની માંગણી કરી હતી. રિમાન્ડને લઈને કોર્ટમાં ઘણી દલીલો કરવામાં આવી હતી. રાઉત અને ઈડીના વકીલોલી દલિલ બાદ કોર્ટે ચોથી ઓગસ્ટ સુધી રાઉતને ઈડીની કસ્ટડીમાં સોંપવામાં આવ્યા છે, એવી માહિતી સૂત્રો દ્વારા મળી હતી.
મળતી માહિતી અનુસાર તપાસ એજન્સી ઈડીએ સંજય રાઉત પર દસ્તાવેજો સાથે ચેડા કરવાનો આરોપ લગાવ્યો છે. ઈડીએ કોર્ટને જણાવ્યું હતું કે, રાઉતને 1.06 કરોડ રૂપિયાનો ફાયદો થયો હતો. પુછપરછ દરમિયાન ત્રણ વાર સમન મોકલવામાં આવ્યા, પરંતુ તેઓ જાણીજોઈને હાજર રહ્યા ન હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.