EDએ શિવસેના સાંસદ સંજય રાઉતને તાબામાં લીધા છે. દરમિયાન રાઉતે મીડિયા સાથે વાતચીત કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રને કમજોર કરવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે, પરંતું હું ઝૂકીશ નહીં અને પાર્ટીનો સાથ છોડીશ નહી.
નોંધનીય છે કે સાંજે ચાર વાગ્યે ઈડીએ સંજય રાઉતને તાબામાં લીધા હતાં. આ જાણકારી મળ્યા બાદ શિવસૈનિકોનો જમાવડો થયો હતો અને ઈડી ટીમનો રસ્તો રોકવાની કોશિશ કરી હતી.
પત્રાચાલ કૌભાંડમાં સંજય રાઉતનું નામ સંડોવાયેલું હોવાથી તેઓ ઈડીની રડાર પર હતાં અને આજે સવારે ઈડીએ તેમના દાદર અને ભાંડુપ સ્થિત નિવાસસ્થાને છાપોમારી કરી હતી. ઈડીની ટીમ જ્યારે તેમને ઘરેથી લઈ જઈ રહી હતી ત્યારે તેમણે ભગવા રંગનો ગમછો હવામાં લહેરાવ્યો હતો.
#WATCH | Mumbai: Shiv Sena leader Sanjay Raut being taken by ED officials along with them after he was detained in connection with Patra Chawl land scam case from his residence pic.twitter.com/VtjjuQJhxM
— ANI (@ANI) July 31, 2022