મુંબઈઃ દિવસે દિવસે દેશનું અને તેમાં પણ મહારાષ્ટ્રનું રાજકારણ ડહોળાઈ રહ્યું છે. દરરોજ દેશમાં લોકશાહ ખાડે જઈ રહી હોવાનું નિવેદન ઠાકરે જુથના સંજય રાઉત દ્વારા કરવામાં આવ્યું હતું. સરકારને જે લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે એ રાજકીય વિરોધકોને વિવિધ પ્રકરણોમાં સંડોવવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે. દિલ્હીના શિક્ષણ પ્રધાન તરીકે મનિષ સિસોદિયાએ દુનિયાને પણ મોહી લે એવા કામો કર્યા છે. તમારા પક્ષમાં બધા સંત અને મહાત્માઓ જ છે કે એવો સવાલ પણ રાઉતે ભાજપને કર્યો હતો.
મનિષ સિસોદિયાની ધરપકડ મામલે આખા દેશમાં સવાલો ઉપસ્થિત કરાઈ રહ્યા છે અને આ પ્રકારના નિર્ણયો કેબિનેટમાં લેવાતાં હોય છે કોઈ એક વ્યક્તિના આ નિર્ણયો નથી હોતા. છગન ભૂજબળની ધરપકડનો નિર્ણય કેબિનેટનો હતો. ખોટા આક્ષેપો કરીને સિસ્ટમનો દુરુપયોગ કરાઈ રહ્યા હોવાનું પણ રાઉતે વધુમાં જણાવ્યું હતું.
એટલું જ નહીં રાઉતે કેન્દ્ર સરકારને પડકાર ફેંકતા જણાવ્યું હતું કે તમારા પક્ષમાં બધા સંત-મહાત્મા જ ભર્યા છે કે? રોજ તમારા પણ 100 પ્રકરણો-કૌભાંડ બહાર આવે છે. આ મહારાષ્ટ્રમાં જો એક ઝાડ હલાવીશું પણ ભ્રષ્ટાચારની 100 ફાઈલ્સ બહાર આવશે. એલઆઈટીની પૈસા ડુબી ગયા, જેમાં નાગરિકોને પારાવાર નુકસાન થયું, પંજાબ નેશનલ બેંક કોણે ડુબાડી, તેમને નોટિસ મોકલાવવાની હિંમત પણ થઈ હતી કે? મહારાષ્ટ્રમાં INS- વિક્રાંતને બચાવવાના નામે સૌથી મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું, શું થયું તપાસ શરૂ થતાં જ સરકાર બદલાઈ ગઈ અને પછી ક્લીન ચિટ મળી ગઈ. તપાસ કેમ નથી થવા દેતા, એવો સવાલ પણ રાઉતે ઉપસ્થિત કર્યા હતા.