(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પક્ષના નેતા સંજય રાઉત શુક્રવારે શિવડી મેટ્રોપોલિટન કોર્ટમાં હાજર થયા હતા. ભાજપના નેતા કિરીટ સોમૈયાની પત્ની મેધા સોમૈયા દ્વારા દાખલ કરવામાં આવેલા બદનક્ષીના દાવામાં સંજય રાઉત સામે બિનજામીનપાત્ર વૉરન્ટ બહાર પાડવામાં આવ્યા બાદ તેઓ કોર્ટમાં હાજર થતાં તેમની સામેના વૉરન્ટ રદ કરવામાં આવ્યા હતા.
આ પહેલાં જ્યારે આ કેસ સુનાવણી માટે આવ્યો ત્યારે સંજય રાઉતના વકીલે રાજ્ય સભાના સભ્યને વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ આપવાની માગણી કરી હતી.
શિવડી મેટ્રોપોલિટન કોર્ટના મેજિસ્ટ્રેટે તેમની અરજી ફગાવી દીધી હતી અને કોર્ટમાં હાજર ન રહેવા બદલ તેમની સામે બિનજામીનપાત્ર વૉરન્ટ બહાર પાડ્યા હતા.
જોકે, ભોજનના અવકાશ બાદ કોર્ટમાં સંજય રાઉત જાતે હાજર રહ્યા હતા અને તેથી કોર્ટે વૉરન્ટ રદ કર્યા હતા. હવે આ કેસની આગામી સુનાવણી 24 જાન્યુઆરીએ થશે.
સંજય રાઉત દ્વારા કિરીટ સોમૈયા અને તેમની પત્ની સામે મુંબઈની પાડોશમાં આવેલી મીરા-ભાઈંદર મનપાના શૌચાલયોના બાંધકામ અને જાળવણીના કામમાં રૂ. 100 કરોડના કૌભાંડના પાયાવિહોણા અને બદનક્ષીપુર્ણ આરોપો કરવામાં આવ્યા હોવાનું જણાવીને કેસ દાખલ કરવાની માગણી કરી હતી. તેમમે સંજય રાઉત સામે ગુનો નોંધાવવાને માટે પિટિશન દાખલ કરી છે.
મેધા સોમૈયા દ્વારા દાખલ કરાયેલો બદનક્ષીનો કેસ સંજય રાઉતે આપી કોર્ટમાં હાજરી
RELATED ARTICLES