દક્ષિણની બ્લોકબસ્ટર ફિલ્મ KGF 2માં વિલન અધિરાની ભૂમિકા ભજવનાર બોલિવૂડ સ્ટાર સંજય દત્ત ફરી એક વાર વિલનની ભૂમિકામાં જોવા મળશે. હાલમાં અભિનેતા તેમની ફિલ્મ ‘લિયો’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં સંજય દત્ત વિલનની ભૂમિકામાં છે. આ પાત્ર ઘણું અઘરું છે, જેને માટે તે પરસેવો પાડી રહ્યો છે.
માસ્ટર અને વિક્રમ ફેમ ડિરેક્ટર લોકેશ કનાગરાજની પેન ઈન્ડિયા રિલીઝ ફિલ્મ ‘લિયો’નું શૂટિંગ હાલમાં કાશ્મીરમાં ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં નિર્માતાઓએ વિલનના રોલ માટે સંજય દત્તને સાઈન કર્યા છે. આ ફિલ્મમાં સંજયની સાથે તમિલ સુપરસ્ટાર થાલાપથી વિજય પણ જોવા મળશે. ‘લિયો’માં બંને વચ્ચે જોરદાર લડાઈ જોવા મળશે.
આ પહેલીવાર નથી જ્યારે સંજય દત્ત વિલનની ભૂમિકામાં જોવા મળશે. આ પહેલા પણ સંજય દત્ત ઘણી ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવી ચુક્યો છે. ખલનાયકથી લઈને અગ્નિપથ સુધી અભિનેતાએ ઘણી ફિલ્મોમાં ભયાનક ખલનાયકનું પાત્ર ભજવીને દર્શકોને હચમચાવી દીધા હતા. આ સિવાય તેણે બ્લોકબસ્ટર ફિલ્મ KGF 2માં અધિરાના પાત્રથી ભારે ઝંઝાવાત સર્જ્યો હતો. એમ લાગે છે કે સાઉથના ફિલ્મ નિર્માતાઓ માટે વિલનના પાત્ર માટે સંજય દત્ત શ્રેષ્ઠ પસંદગી બની ગયો છે.
ફરીથી વિલનના પાત્રમાં જોવા મળશે આ અભિનેતા
RELATED ARTICLES