વીરપ્પન ગેંગ વિરુદ્ધ કાર્યવાહી કરનારા સંજય અરોરાની દિલ્હી કમિશનર પદે વરણી

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

દિલ્હી પોલીસને નવા કમિશનર મળી ગયા છે. રાકેશ અસ્થાનાનું સ્થાન હવે સંજય અરોરા લેશે. 1988 બેચના તમિલનાડુ કેડરના આઈપીએસ સંજય અરોરા આઈટીબીપીના ડિરેક્ટર જનરલ પણ રહી ચૂક્યા છે. સંજય અરોરાએ 1997 થી 2000 સુધી ઉત્તરાખંડના માટલી ખાતે ITBPની બટાલિયનનું નેતૃત્વ કર્યું હતું.
IPS સંજય અરોરાએ માલવિયા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, જયપુર (રાજસ્થાન)માંથી ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ આઈપીએસ બન્યા હતાં અને તેમણે તમિલનાડુ પોલીસના વિવિધ પદો પર સેવા આપી હતી, જ્યાં તેમણે વીરપ્પન ગેંગની વિરુદ્ધ કાર્યવાહી કરીને સફળતા મળી હતી. આ શૌર્ય બદલ તેમને મુખ્ય પ્રધાન શોર્ય પદક પ્રદાન કરવામાં આવ્યું હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.