Homeદેશ વિદેશનવા શોની જાહેરાત કરવા સ્ટાર કપલે ડિવોર્સનો પબ્લિસિટી સ્ટંટ કર્યો, ગુસ્સે થયા...

નવા શોની જાહેરાત કરવા સ્ટાર કપલે ડિવોર્સનો પબ્લિસિટી સ્ટંટ કર્યો, ગુસ્સે થયા ચાહકો

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકના છૂટાછેડાના સમાચારે જોર પકડ્યું છે. બંને દેશોના મીડિયા રિપોર્ટ્સમાં આ અંગે અલગ-અલગ દાવા કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન આ કપલ સાથે જોડાયેલા મોટા સમાચાર જાણવા મળ્યા છે.
આ કપલનો નવો શો પાકિસ્તાનમાં ઓટીટી પર આવવાનો છે. આ શોનું નામ છે ‘મિર્ઝા મલિક શો’ જેમાં બંને સ્ટાર ખેલાડીઓ જોવા મળશે. આ શો પાકિસ્તાનના સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ Urduflix પર આવશે.
કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે સાનિયા અને શોએબ તેમના કેટલાક શો અને બ્રાન્ડ્સના કાયદાકીય દાવપેચને કારણે તેમના છૂટાછેડાની પુષ્ટિ કરી રહ્યાં નથી. બંનેએ અત્યાર સુધી આ સમાચારને ન તો નકારી કાઢ્યા નથી કે પુષ્ટિ પણ કરી નથી.
આ શોના સમાચાર આવ્યા બાદ ફેન્સે કપલને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. તેમનું કહેવું છે કે આ પ્રકારના સમાચાર જાણીજોઈને માત્ર શોને ટીઆરપી મેળવવા માટે ફેલાવવામાં આવ્યા છે. સાનિયા હાલમાં પાકિસ્તાનમાં નથી, તેથી સ્પષ્ટ છે કે આ શોનું શૂટિંગ થઈ ચૂક્યું છે.
સાનિયા મિર્ઝા અને શોએબ મલિકે વર્ષ 2010માં લગ્ન કર્યા હતા. તે સમયે આ લગ્નની ખૂબ ચર્ચા થઈ હતી. સાનિયાની ઘણી ટીકા પણ થઈ હતી. જોકે આ કપલ છેલ્લા 12 વર્ષથી સાથે છે. 2018માં દંપતીના ઘરે પુત્રનો જન્મ થયો હતો.

 

RELATED ARTICLES

Most Popular