ઓમાનના બીચ પર સાંગલીના પરિવારને નડ્યો અકસ્માત: પિતા-પુત્રનાં મોત

આમચી મુંબઈ

સાંગલી: મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના એક પરિવારના ત્રણ સભ્યો ઓમાનના દરિયામાં ડૂબી ગયા હોવાનો બનાવ બન્યો હતો. ઘટનાની વિગતો મુજબ પિતાએ તેનાં બાળકોને ડૂબતા બચાવવા માટે દરિયામાં જંપલાવતા તેઓ પોતે પણ ડૂબી ગયા હતા.
આ જીવલેણ અકસ્માતમાં સાંગલીના જત ગામના વતની શશિકાંત મ્હામણે (૪૨) તેની પત્ની શ્રેયા (૯) અને શ્રેયસ (૬) પાડોશી દેશ ઓમાનમાં વેકેશન માણવા ગયા હતાં.
શ્રેયા અને શ્રેયસ પાણીમાં રમી રહ્યાં હતાં ત્યારે અચાનક દરિયામાંથી મોટાં મોજાં આવતાં તેઓ તણાઈ ગયાં હતા. બાળકોને બચાવવા માટે શશિકાંતે કૂદકો માર્યો હતો. અમુક કલાકો બાદ શશિકાંત અને શ્રેયસનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે શ્રેયાને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હોવાનું શશિકાંતના ભાઈએ જણાવ્યું હતું.
આ ઘટનાની માહિતી ઓમાન પોલીસે પણ પોતાના ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કરી હતી. (પીટીઆઇ)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.