Homeઆપણું ગુજરાતસાણંદ: SDM રાજેન્દ્ર પટેલે કર્યો આપઘાત, મોડી રાત સુધી ચૂંટણીની ફરજ પર...

સાણંદ: SDM રાજેન્દ્ર પટેલે કર્યો આપઘાત, મોડી રાત સુધી ચૂંટણીની ફરજ પર હતા

અમદાવાદ-સાણંદ સબ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (SDM) રાજેન્દ્ર કેશવલાલ પટેલે આજે અગમ્ય કારણોસર આપઘાત કરી લેતાં વહીવટી તંત્રમાં શોકનો માહોલ છવાયો છે. ચુંટણીની ફરજ પર મોડી રાત સુધી કામ કર્યા બાદ આજે સાણંદ ખાતેના પોતાના નિવાસ સ્થાન ફ્લોરા સોસાયટીના પાંચમાં મળે આવેલા ફ્લેટમાંથી કુદીને આપઘાત કર્યો હતો. મળતી માહિતી પ્રમાણે તેઓ સાણંદ વિધાનસભા સીટના રિટર્નિંગ ઓફિસર હતા.
મળતી માહિતી મુજબ રાજેન્દ્ર પટેલ મૂળ પાલનપુર વતની છે. પરંતુ હાલ સાણંદની ફ્લોરા સોસાયટીનાં B-403 ફ્લેટમાં રહેતા હતા. તેઓ 15 દિવસ પહેલા જ અહીં રહેવા આવ્યા હતા. અંબાજી મંદિરના વહીવટદાર તરીકે વર્ષો સુધી ફરજ નિભાવી ચુક્યા છે. થોડાક સમય અગાઉ જ તેમને સાણંદ પ્રાત ઓફિસર તરીકે નીમવામાં આવ્યા હતા. રાતે અઢી વાગ્યા સુધી ચૂંટણીનુ કામ કરતા હતા. આજે સવારે ફ્લેટની બાલ્કનીમાંથી પડતુ મૂક્યુ હતું.
IAS ઓફિસર રાજેન્દ્ર પટેલનાં આપઘાત બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. હાલ આ અંગે તેમના ઘરે અને સંબંધીઓ અને પરિચિતો પાસેથી માહિતી મેળવવામાં આવી રહી છે. આપઘાતનું કરણ હજુ સામે આવ્યું નથી પરંતુ તેઓ ડિપ્રેશનમાં હતા એવું કહેવામાં આવી રહ્યું છે. આપઘાત પહેલા તેમણે કોઇ ચિઠ્ઠી લખી છે કે નહીં તે અંગે હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
રાજેન્દ્ર પટેલનાં અગમ્ય કારણોસર આપઘાત બાદ ગુજરાત વહીવટી તંત્ર અને આખા પંથકમાં ચકચાર ફેલાઈ ગઇ છે.

આપઘાતએ કોઈ સમસ્યાનું હલ નથી. જો તમને મદદની જરૂર હોય અથવા તમે એવા કોઈ વ્યક્તિને ઓળખો છો જેમને મદદની જરૂર હોય તો તમારા નજીકના માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતનો સંપર્ક કરો. અથવા સંપર્ક કરો

Jeevan Aastha Helpline: 1800 233 3330

TISS iCall:

022-25521111 (Monday-Saturday: 8 am to 10 pm)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular