મુંબઈઃ એક મહિના પહેલાં ખુલ્લા મુકાયેલા સમૃદ્ધિ હાઈવે શરુઆતથી જ કોઈને કોઈ કારણોસર વિવાદોમાં જ રહ્યો છે. હવે ફરી એક વખત આ હાઈવે ચર્ચામાં આવ્યો છે તેની સ્પીડ લિમિટને કારણે. કલાકની 120 કિલોમીટર સ્પીડ લિમિટવાળો રાજ્યનો કદાચ આ પહેલો જ હાઈવે છે અને તેમ છતાં વાહનચાલકો સ્પીડ પર કન્ટ્રોલ રાખવામાં નિષ્ફળ રહ્યા છે.
11મી ડિસેમ્બરના નાગપુર-શિર્ડીનો પહેલાં તબક્કાના લોકાર્પણ બાદ આ હાઈવે પર જોવા મળેલાં સૌથી વધુ ગુના ઓવર સ્પિડિંગના હોવાની માહિતી સામે આવી છે. 130થી 180ની સ્પીડ પર આ હાઈવે પર વાહનો દોડતા જોવલા મળ્યા હતા. આ વાહનો સામે ટ્રાફિક પોલીસે ઈન્ટરસેપ્ટર વેહિકલના માધ્યમથી કાર્યવાહી શરુ કરી છે. નક્કી કરેલાં સ્પીડ પર પણ જો વાહન ચલાવવામાં આવે તો પણ નાગપુરથી શિર્ડી પહોંચવા માટે લાગનારા સમયમાંથી ચારથી પાંચ કલાક બચે છે. પણ તેમ છતાં વાહનચાલકો દ્વારા સ્પીડ પર કન્ટ્રોલ નથી રાખવામાં આવ્યો અને રોજેરોજ આ હાઈવે પર ઓવર સ્પીડિંગની કેસ જોવા મળી રહ્યા છે.
છેલ્લાં 23 દિવસમાં સૌથી વધુ ઓવરસ્પીડિંગ વિરુદ્ધ કાયર્વાહી હાઈવે પોલીસ દ્વારા કરવામાં આવી છે અને તેમાં સૌથી વધુ કેસ ઔરંગાબાદ તબક્કાના ઔરંગાબાદ અને જાલના ખાતે જોવા મળ્યા છે. નાગપુર-શિર્ડી તબક્કાના 50 ટકા કેસ એકલા ઔરંગાબાદ વિભાગ દ્વારા કરવામાં આવ્યા છે.