Homeઆમચી મુંબઈસમૃદ્ધિ કોરિડોર: એકનાથ શિંદે અને ફડણવીસની ‘ટેસ્ટ ડ્રાઈવ’

સમૃદ્ધિ કોરિડોર: એકનાથ શિંદે અને ફડણવીસની ‘ટેસ્ટ ડ્રાઈવ’

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આગામી અઠવાડિયા દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સમૃદ્ધિ કોરિડોરના આંશિક ભાગનું ઉદ્ઘાટન કર્યા પૂર્વે રવિવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા પ્રસ્તાવિત કોરિડોરના કામકાજની સમીક્ષા કરવામાં આવી હતી. અલબત્ત, સમૃદ્ધ મહામાર્ગના નાગપુર અને શિરડી વચ્ચેના પહેલા તબક્કાના ૫૨૦ કિલોમીટરના લાંબા કોરિડોરને અગિયારમી ડિસેમ્બરે ખુલ્લો મૂકવામાં આવશે ત્યારે આ કોરિડોરમાં દેવેન્દ્ર ફડણવીસે કાર ચલાવીને સમીક્ષા કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
સમૃદ્ધિ કોરિડોર પ્રોજેક્ટ ભાજપ-શિવસેનાના કાર્યક્રળમાં મુખ્ય પ્રધાન રહી ચૂકેલા દેવેન્દ્ર ફડણવીસનો પૅટ-પ્રોજેક્ટ માનવામાં આવી રહ્યો છે. પ્રસ્તાવિત કોરિડોરને હિંદુ હૃદયસમ્રાટ બાળ ઠાકરેનું સત્તાવાર નામ આપવામાં આવ્યું હતું, જ્યારે આ એક્સપ્રેસવેને મુંબઈ-નાગપુર સુપર કોમ્યુનિકેશન એક્સપ્રેસ-વે તરીકે પણ ઓળખવામાં આવે છે. હકીકતમાં પહેલા તબક્કાનું ઉદ્ઘાટન આ વર્ષે કરવાનું હતું, પરંતુ કોરોનાને કારણે કામકાજમાં વિલંબ થયો હતો. આખો કોરિડોર ૭૦૧ કિલોમીટરનો છે, જ્યારે તેનું કામકાજ પૂરું થયા પછી મરાઠવાડ અને વિદર્ભ રિજનમાં રોજગારીની વધુ તકો ઊભી થશે. હાલના તબક્કે નાગપુરથી શિરડી વચ્ચેનું કામકાજ પૂરું કરવામાં આવ્યું છે, જ્યારે શિરડીથી મુંબઈ વચ્ચે (૧૮૧ કિલોમીટર)ના બીજો તબક્કાનું કામકાજ આગામી એક વર્ષમાં પૂરું થશે. શિરડીથી મુંબઈ વચ્ચેના કોરિડોરમાં મુંબઈમાં થાણેના વડપેમાં પૂરો થશે. એક વખત સમૃદ્ધિ કોરિડોરને ખુલ્લો મૂકવામાં આવશે, ત્યાર બાદ મુંબઈથી નાગપુર વચ્ચેનો ટ્રાવેલ ટાઈમ છ કલાકનો થશે. હાલમાં મુંબઈથી ધુળે નેશનલ હાઈવે-ત્રણ અને ધુળે-નાગપુર વચ્ચે નેશનલ હાઈ-વે છ મારફત મુસાફરી કરવામાં આવી છે. પ્રસ્તાવિત પ્રોજેક્ટમાં સરકારે ૫૫,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે, જેમાં ૨૪ ઈન્ટરચેન્જીસ છે, જ્યારે ૩૦ મીટર લાંબા ૩૮ પુલ અને ૩૦ મીટરથી ઓછી લંબાઈ ધરાવતા ૨૩૮ જેટલા બ્રિજનો સમાવેશ થાય છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
પોણા પાંચ કલાકમાં નાગપુરથી શિરડી
મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ નાગપુરથી બપોરે સાડા ૧૨.૩૦ વાગ્યે નીકળ્યા હતા, જ્યારે સાંજે સાડા પાંચ વાગ્યે શિરડી પહોંચી ગયા હતા, ત્યાં જમ્યા હતા. સતકાર સ્વીકાર્યા પછી મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાને કાર મારફત પોણા પાંચ કલાકમાં ૫૨૯ કિલોમીટરનું અંતર પાર કર્યું હતું.
ટેસ્ટ ડ્રાઈવ પહેલાં નીકળ્યો સાપ
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે સમૃદ્ધિ કોરિડોરની સમીક્ષા કરી હતી. નાગપુરથી શિંદે અને ફડણવીસ કાર મારફત શિરડી પહોંચવાના હતા. જોકે, બુલઢાણામાં મેહકર ગામ નજીક તેમના સ્વાગત માટે સ્થાનિકોની સાથે સાથે સેંકડો કાર્યકર્તાઓની મેદની એકત્ર થઈ હતી ત્યારે ત્યાં અચાનક સાપ આવ્યો હતો. ઘટનાસ્થળે દોડદોડી થયા પછી આક્રમક થયેલા સ્થાનિક લોકોએ એ જગ્યાએ લાકડી/પથ્થરથી સાપને મારી નાખ્યો હતો. સાપને મારી નાખ્યા પછી સૌકોઈએ રાહતનો શ્ર્વાસ ખેંચ્યો હતો, પરંતુ આજના કાર્યક્રમ વચ્ચે સાપનો ભોગ લેવામાં આવ્યો હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું હતું. મુંબઈ-નાગપુર સમૃદ્ધિ કોરિડોરનું કામકાજ હવે અંતિમ તબક્કામાં છે. આગામી વર્ષે શિરડીથી મુંબઈ વચ્ચેનો કોરિડોર ખુલ્લો મૂકવામાં આવશે. રવિવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે નાગપુર પહોંચ્યા હતા, ત્યાંથી તેઓ ફડણવીસની સાથે કારમાં શિરડી જવા રવાના થયા હતા. કારમાં ફડણવીસે સ્ટિયરિંગ પોતાના હાથમાં રાખીને કાર ચલાવી હતી, જ્યારે તેમની બાજુમાં એકનાથ શિંદે બેઠા હતા. બે કરોડની મર્સિડીઝમાં બંને સમીક્ષા કરવામાં આવ્યા પછી કારની સાથે સરકારમાં ભલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે હોય પણ ફડણવીસના હાથમાં સત્તાનું સ્ટિયરિંગ હોવાના રાજકીય નિષ્ણાતોએ તર્કવિતર્ક કરવામાં આવ્યા હતા. નાગપુરથી શિરડી સુધી બંનેએ એકસાથે પ્રવાસ કર્યો હતો. અગાઉ એકનાથ શિંદે મહાવિકાસ આઘાડીની સરકારમાં પ્રધાન હતા ત્યારે શિંદેએ પણ આ સમૃદ્ધિ કોરિડોરમાં તેમણે જાતે કાર ચલાવીને સમીક્ષા કરી હતી. રવિવારે એકનાથ શિંદે મુખ્ય પ્રધાન બન્યા પછી પહેલી વખત દેવેન્દ્ર ફડણવીસની સાથે રહીને સમીક્ષા કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular