છોલે ભટુરેએ કઈ રીતે ખેડ્યો ઈતિહાસનો પ્રવાસ?

ઇન્ટરવલ

સાંપ્રત-નિધિ ભટ્ટ

આજે આખા ભારતમાં પસંદ કરાતા છોલે ભટૂરેનો એક લાંબો અને ઘુમાવદાર ઈતિહાસ રહ્યો છે. છોલે ભટૂરેની કહાની ભારતના વિભાજન પહેલા શરૂ થઈ. આ ડિશ શરણાર્થીઓની આશાઓ અને નવા જીવનનું પ્રતીક છે. તો જાણો તેનો રસપ્રદ ઈતિહાસ…
દિલ્હી અને છોલે ભટૂરે વચ્ચે એક એવો રોમાન્સ છે, જે લગભગ બીજે ક્યાંય જોવા મળી શકતો નથી. દર વર્ષે જે રીતે રાજધાનીમાં સખત ઠંડી પડે છે, સેંકડો લોકો પોતાને ગરમ રાખવા માટે લોકો પોતાના મનગમતા છોલે અને ગરમગરમ ભટૂરે તરફ નજર કરે છે. છોલે ભટૂરે આપણા સુધી પહોંચ્યા તેના ઘણા કિસ્સા અને વાર્તાઓ છે અને એક પ્રેમવાર્તા જેવા ઉતાર-ચઢાવ આ વાર્તામાં પણ છે.
આ વાર્તાઓ વિશે જાણીએ તેનાં પહેલા એ જાણી લઈએ કે આ છોલે ભટૂરે છે શું. દિલ્હીની દરેક સડક-ગલીમાં આ છોલે ભટૂરે જોવા મળશે. આ સ્વાદિષ્ટ વ્યંજનની મજા લેવા માટે દરરોજ સેંકડો લોકો લાઈનમાં ઊભા રહે છે અને પોતાના વારાની રાહ જુએ છે. આ ડિશમાં બે વસ્તુ છે. એક મસાલેદાર કાબૂલી ચણાના છોલે અને બીજા ભટૂરા એટલે કે મેંદાની તળેલી પૂરી. બન્નેની જોડીને કહેવામાં આવે છે કે આ સીધી સ્વર્ગથી આવી છે. સ્વાદથી ભરપૂર આ વ્યંજનની જોડી સાથે જો લસ્સી, આચાર કે પછી કાંદા મળી જાય તો પછી આનંદ આનંદ…પણ સવાલ એ છે કે આજે દરેક ખૂણે મળનારા આ છોલેએ દિલ્હીના રસ્તાઓ સુધી પહોંચ્યા કઈ રીતે…
આ વાત છે ભારત અને પાકિસ્તાનના ભાગલાના સમયની. ૧૯૪૭નું વિભાજન માત્ર ભારતીય સંઘને બે ભાગમાં વિભાજિત કરવા માટે ખેંચવામાં આવેલી રેખા ન હતી, પરંતુ આ પરિવાર, પ્રેમ, સંસ્કૃતિ અને માપદંડોનું વિભાજન હતું. ઘણા પરિવાર વિખેરાઈ ગયા, સેંકડો લોકોનો જીવ ગયો અને રોજની દિનચર્યા ઠપ થઈ ગઈ. પણ કહેવાય છે કે ઘણી સારી વસ્તુ તમામ ખરાબ સમયમાંથી નીકળે છે આ સમયે પણ કંઈક આવું જ થયું. વાત એમ છે કે સામૂહિક પલાયનના કારણે બન્ને પક્ષોમાં શરણાર્થીઓની લાઈનો લાગી હતી. હિન્દુ એ વિસ્તારમાં જવા માટે હાથ-પગ મારતા હતા, જે હાલમાં ભારતમાં છે જ્યારે મુસ્લિમો નવા પાકિસ્તાન તરફ કૂચ કરી રહ્યા હતા. આ અરાજકતામાં પેશોરી લાલ લાંબા નામનો એક શખ્શ લાહોરથી પલાયન થઈ ગયો. તે ભારતમાં એક સારા જીવનની આશા સાથે તો આવ્યો જ, પરંતુ પોતાની સાથે એક સરસ રેસિપી પણ લાગ્યો. જે દિલ્હીના ઈતિહાસમાં નોંધાઈ. તેમણે કનોટ પેલેસમાં ક્વાલિટી રેસ્ટોરાંની શરૂઆત કરી અને પોતાના પ્રતિષ્ઠિત છોલે સાથે સેંડવિચ અને સ્નેક્સ પીરસવાનું શરૂ કર્યું.
જોકે, અમુક લોકો કહે છે કે લાંબાએ દિલ્હીવાસીઓને પોતાના પ્રિય વ્યંજનથી પરિચિત કર્યા. જ્યારે ઘણા લોકો એવો દાવો કરે છે કે આ ડિશ દિલ્હીવાળાને સીતારામ નામના એક વ્યક્તિએ શિખવાડી કે ખવડાવી. સીતારામે સીતારામ દિવાન ચંદની શરૂઆત કરી. કહેવાય છે કે આખી દુનિયાના શ્રેષ્ઠ છોલે અહીં મળે છે. લોકોનું માનીએ તો સીતારામ પોતાના દીકરા સાથે પંજાબથી દિલ્હી આવ્યા હતા અને તેમણે છોલે-ભટૂરેની પહેલી ડિશ બાર આનામાં વેચી. હવે તેમના પ્રપૌત્રો આ કારોબાર ચલાવે છે. છોલે કઈ રીતે આવ્યા તેની વાર્તાઓમાંથી તમે ગમે તે વાર્તાને સાચી માનો, પણ તમે એ વાતથી ઈનકાર ન કરી શકો કે અન્ય વ્યંજનોની જેમ વિભાજને છોલે ભટૂરેને પણ પ્રભાવિત કર્યા. જેના પ્રેમમાં આપણે સૌ ડૂબેલા છીએ.
ઉત્તરી રાજ્યોમાં તો છોલે-ભટૂરે એક હીરો ડિશ તરીકે જાણીતી છે જ, પરંતુ આશ્ર્ચર્યની વાત એ છે કે દક્ષિણના રાજ્યોમાં પણ આને ખૂબ પસંદ કરવામા આવે છે. દક્ષિણમાં ઉડિપી રેસ્ટોરાં સૌથી સારા છોલે પીરસતા હોવાનો દાવો કરે છે. હવે કોના દાવા કેટલા સાચા અને ખોટા એ ખબર નહીં, પરંતુ ઉત્તર-દક્ષિણ બન્ને દિશામાં વાનગીએ પોતાની જગ્યા બનાવવામાં સફળતા હાંસિલ કરી છે.
છોલે-ભટૂરે પ્રત્યે લોકોને એટલો પ્રેમ છે કે ૨, ઓક્ટોબર ૨૦૧૨માં શશાંક અગ્રવાલે એક ફેસબુક પેજ આના નામે બનાવી નાખ્યું. જેથી લોકો આ ડિશ માટેનો પોતાને પ્રેમ જાહેર કરી શકે. ધીમે ધીમે હવે આ દિવસને છોલે ભટૂરે દિવસ તરીકે મનાવવામાં આવે છે. લોકો છોલે બનાવવા લાગ્યા અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા લાગ્યા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.