સમજણ – નિધિ ભટ્ટ
ભારતમાં લગભગ ૫૦ ટકા લોકો શાકાહારી છે. જો કે કેટલાક લોકો આમાં ઈંડા ખાય છે, પરંતુ શાકાહારી લોકો ઈચ્છે છે કે ઉપવાસ કે નવરાત્રિ દરમિયાન તેમની સાથે છેતરપિંડી ન થાય, એવા ઘણા ફૂડ પ્રોડક્ટસ છે, જેમાં આ પ્રકારની છેતરપિંડી થવાની સંભાવના છે. આવો જાણીએ ક્યા ફૂડ પ્રોડક્ટસ છે જેના દ્વારા આ છેતરપિંડી થઈ શકે છે.
બટાકાની ચિપ્સ: જો તમે ઉપવાસ દરમિયાન બજારમાંથી ખરીદેલી બટાકાની ચિપ્સ ખાઓ છો તો વધુ એકવાર વિચારજો. કારણ કે આ ચિપ્સમાં ચિકન ચરબી હોય છે, ખાસ કરીને બારબેકયુ ફ્લેવરમાં. તેથી આગલી વખતે જ્યારે તમે ઉપવાસ દરમિયાન બ્રાન્ડેડ કંપનીની ચિપ્સનું પેકેટ ખરીદો ત્યારે તેમાં ઉપયોગમાં આવેલી સામગ્રીને બે વાર તપાસો.
ખાંડ: જો તમે ઉપવાસ દરમિયાન સફેદ ખાંડની ચા પીતા હો, તો જરા વિચારજો, કારણ કે તે બનાવવામાં કુદરતી કાર્બનનો ઉપયોગ શુદ્ધિકરણ પ્રક્રિયા દરમિયાન થાય છે. શું તમે જાણો છો કે આ કુદરતી કાર્બન ક્યાંથી આવે છે? હા, પ્રાણીઓના હાડકાંમાંથી. તેથી જો તમે ઉપવાસ દરમિયાન ખાંડની ચા પીવા માંગતા હો, તો સૌથી સલામત રસ્તો ગોળ અથવા અશુદ્ધ ખાંડ શ્રેષ્ઠ વિકલ્પ છે.
સૂપ: આપણે શિયાળામાં ઉપવાસ દરમિયાન સૂપ પીવાનું પસંદ કરીએ છીએ. પરંતુ સૂપ સંપૂર્ણપણે શાકાહારી નથી હોતા વાસ્તવમાં તે માંસાહારી છે અને રેસ્ટોરાંમાં તે વધુ ખરાબ છે, કારણ કે તેઓ તેમની બનાવટમાં ઘણા પ્રકારના પ્રાણી ઉત્પાદનોનો સમાવેશ કરે છે, તેથી ઉપવાસ દરમિયાન સૂપ ટાળો.
ખાદ્ય તેલ: જો તમે તમારા આહારમાં એવા ખાદ્ય તેલનો ઉપયોગ કરો છો, જેમાં ઓમેગા ૩ એસિડના ગુણો હોય છે, તો તે તમારા હૃદય માટે સારું હોઈ શકે છે, ધાર્મિક માન્યતાઓ અનુસાર તે સારું નથી કારણ કે ઓમેગા ૩ ખરેખર માછલીના તેલમાંથી મેળવવામાં આવે છે. તેવી જ રીતે જે તેલ વિટામિન ડી ધરાવવાનો દાવો કરે છે તે ઘેટાંમાંથી મેળવેલા પદાર્થ લેલોનિનમાંથી મેળવવામાં આવે છે. .
જેલી: જેલીનો મુખ્ય ઘટક જિલેટીન છે. અને આ જિલેટીન પણ પ્રાણી ઉત્પાદન છે, જો કે તાજેતરમાં એવા દાવાઓ પ્રાપ્ત થઈ રહ્યા છે કે જિલેટીનને સ્ટાર્ચ અથવા અન્ય સામાન્ય ખાદ્ય-ઉત્પાદનો અને રસાયણો દ્વારા પણ મેળવવામાં આવે છે. જો તમે સંપૂર્ણપણે શાકાહારી તો વ્રત દરમિયાન જિલેટીન ટાળો.
સલાડ ડ્રેસિંગ: ચોક્કસપણે સલાડનો મુખ્ય ઘટક લીલા શાકભાજી છે, જે શાકાહારી છે. પરંતુ સલાડને ટેસ્ટી બનાવવા માટે તેમાં ઉપયોગમાં લેવાતી ડ્રેસિંગ સોસ વિશે શું તમે જાણો છો? તે સંપૂર્ણપણે શાકાહારી નથી, તેમાં ઇંડા હોય છે. તેથી આગલી વખતે જ્યારે તમે ઉપવાસ દરમિયાન રેસ્ટોરન્ટમાં સલાડનો ઓર્ડર આપો ત્યારે શુદ્ધ લીલા શાકભાજી ખાઓ. સલાડને ટેસ્ટી બનાવવા માટે તેમાં ડ્રેસિંગ ન કરાવો.