સમીરા રેડ્ડીનો અન્ડરવોટર પ્રેગ્નેન્સી ફોટોશૂટ થઈ રહ્યો છે વાયરલ, તમે ફોટા જોયા કે નહીં?

ફિલ્મી ફંડા

બોલીવૂડ એક્ટ્રેસ પ્રેગ્નેંસી દરમિયાન બિન્ધાસ્ત અંદાજમાં બેબી બમ્પ શો કરતી હોય છે તે પછી સોનમ કપૂર હોય, આલિયા ભટ્ટ હોય કે પછી બિપાશા બાસુ. અભિનેત્રીઓએ તેમની સ્ટાઈલમાં બેબી બમ્પ શો કર્યા છે. લીઝા હેડન પણ તેના પ્રેગ્નેંસી શૂટને લઈને ચર્ચાનું કારણ બની હતી. જોકે, હવે સમીરા રેડ્ડીએ પણ હટકે અંદાજમાં ફોટોશૂટ કરાવીને ફેન્સને ચોંકાવ્યા હતાં.

સમીરા પણ હંમેશા બિન્ધાસ્તપણે પોતાની વાતો રજૂ કરતી હોય છે. તે જ્યારે બીજી વાર પ્રેગ્નેંટ હતી ત્યારે અન્ડર વોટર ફોટોશૂટ કરાવ્યું હતું અને એ પણ બિકીનીમાં. આ ફોટો શૂટ વર્ષ 2019નું છે.

સમીરાએ પોસ્ટની કેપ્શનમાં લખ્યું હતું કે, આનાથી વધુ સારું મેં ક્યારેય ફીલ કર્યું નથી. પતિને ટેગ કરતાં તેણે લખ્યું હતું કે, તમે મને જીવનની સૌથી સારી અને કિંમતી યાદો આપી છે. મમ્મી બનનારી મહિલાો શરમ નહીં કરો. ડિલીવરી બાદ શરીરમાં થયેલા પરિવર્તનને માણો અને ખુશ થાઓ.

મમ્મી બન્યા બાદ સમીરાએ જણાવ્યું હતું કે, પહેલા બાળકના જન્મ બાદ હોર્મોન્સ હદલાય છે અને મૂડ સ્વિંગ્સથી એક સ્ત્રીને ઘણી તકલીફ થાય છે જે ક્યારેય કહી શકતી નથી. પહેલા બાળકને જન્મ આપ્યો ત્યારે હું ડિપ્રેશનમાં હતી અને દીકરાના જન્મની ખુશી પણ મને થઈ નહોતી.

 

 

View this post on Instagram

 

A post shared by Sameera Reddy (@reddysameera)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.