Homeઆમચી મુંબઈસમીર વાનખેડેને પ્રસિદ્ધિનો મોહ: દિવાળીની શુભેચ્છા જાહેરાત આપી

સમીર વાનખેડેને પ્રસિદ્ધિનો મોહ: દિવાળીની શુભેચ્છા જાહેરાત આપી

મુંબઈ: મુંબઈના નાર્કોટિક્સ ક્ધટ્રોલ બ્યૂરો (એનસીબી)ના ભૂતપૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની કારકીર્દિ ખાસ્સી વિવાદાસ્પદ નીવડી હતી. તેમની આક્રમક કાર્યવાહીને કારણે તેઓ પ્રસિદ્ધ થયા હતા. હવે તેમનો પ્રસિદ્ધિનો મોહ હજી સુધી ગયો નથી એવું લાગી રહ્યું છે કેમ કે તેમણે એક અખબારમાં દિવાળીની શુભેચ્છા આપતી જાહેરાત પ્રકાશિત કરાવી હતી. આને કારણે વિવાદ થવાની પણ શક્યતા છે કેમ કે આ જાહેરાત આપવા પહેલાં સમીર વાનખેડેએ પોતાના સંબંધિત વિભાગ પાસેથી પરવાનગી લીધી હતી કે નહીં તેનો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે.
ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ડ્રગ્સ પ્રકરણે અટકાયત કરવામાં આવ્યા બાદ વાનખેડે પ્રસિદ્ધિના શિખરે પહોંચ્યા હતા. વાનખેડે ૨૦૦૮ની કેડરના આઈઆરએસ અધિકારી છે. ભારતીય પોલીસ સેવામાં રજૂ થયા બાદ તેમની પહેલી પોસ્ટિંગ મુંબઈમાં કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટમાં થઈ હતી. તેમની કામગીરીને ધ્યાનમાં રાખીને તેમને આંધ્રપ્રદેશ અને દિલ્હીમાં પણ મોકલવામાં આવ્યા હતા. તેમનો મુંબઈનો કાર્યકાળ અત્યંત વિવાદાસ્પદ બન્યો હતો. તેમના પર ભૂતપૂર્વ પ્રધાન નવાબ મલિકે ગંભીર આરોપ કર્યા હતા અને હવે એક અખબારમાં જાહેરાત આપીને સામાન્ય લોકોને દિવાળીની શુભેચ્છા આપીને તેમણે નવો વિવાદ છેડ્યો છે. ભારત સરકારના મહત્ત્વના પદે રહેલી વ્યક્તિને જાહેરાતની શું આવશ્યકતા? તેમણે પોતાના વિભાગની પરવાનગી લીધી? આવા સવાલ કરવામાં આવી રહ્યા છે.

RELATED ARTICLES

Most Popular