લૂટેરી દુલ્હન! સાસરાવાળાઓને બેહોશ કરીને પ્રેમી સાથે ભાગી ગઈ વહુ, પછી જે થયું…

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં એક નવપરિણીત વહુ કેશ અને કિંમતી દાગીના લઈને પ્રેમી સાથે ભાગી ગઈ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળી રહેલી માહિતી અનુસાર મધ્ય પ્રદેશની શિવપુરીની રહેનારી યુવતી મનિષા સાથે ચાર મહિના પહેલા યુપીના યુવકે લગ્ન કર્યા હતાં. પોલીસે જણાવ્યું હતું કે યુવતીનું પહેલાથી જ પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું હતું, જેથી તે પોતાના પતિથી છુટકારો મેળવવા માગતી હતી.

પીડિત યુવકે જણાવ્યું હતું કે તેની પત્નીએ પહેલી સપ્ટેમ્બરના રોજ દૂધમાં નશીલો પદાર્થ ભેળવીને બધાને પીવડાવી દીધું હતું. બધા બેહોશ થઈ ગયા ત્યારે ઘરમાં રાખે્લા 70,000 રૂપિયા અને કિંમતી દાગીના લઈને ગ્રીલમાં સાડી બાંધીને તેના સહારે ઘરની નીચે ઉતરીને પ્રેમી હર્ષ શર્મા સાથે ફરાર થઈ ગઈ હતી.

પીડિત પરિવારને ઘટનાની જાણ થતાં તેની શોધ ચાલુ કરી હતી. જ્યારે તે નહીં મળી ત્યારે સીસીટીવી ફૂટેજ જોયા ત્યારે ખબર પડી કે તે કોઈ યુવક સાથે ભાગી ગઈ અને ત્યારબાદ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.