રિક્ષા-ટેક્સી ડ્રાઈવરો માટે વેલફેર બોર્ડની સ્થાપના કરવા માટે સામંતની મુખ્ય પ્રધાનને વિનંતી

આમચી મુંબઈ

હમ તુમ્હારે હાથ હૈ: થાણેના રિક્ષાચાલકોએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના સમર્થનમાં ગુરુવારે રિક્ષામોરચો કાઢ્યો હતો. (અમય ખરાડે)

મુંબઈ: તામિલનાડુની માફક મહારાષ્ટ્રમાં પણ ઓટોરિક્ષા અને ટેક્સી ડ્રાઈવરો માટે વેલફેર બોર્ડની રચના કરો એવી વિનંતી શિવસેનાના બળવાખોર વિધાનસભ્ય ઉદય સામંતે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને કરી છે. શિંદેને લખેલા પત્રમાં સામંતે જણાવ્યું હતું કે આ પગલાંથી ૮.૩૨ લાખ રિક્ષા અને ૯૦૦૦૦ ટેક્સી ડ્રાઈવરો અને માલિકોને ફાયદો થશે. તેમણે કહ્યું હતું કે તામિલનાડુમાં રિક્ષા અને ટેક્સી ડ્રાઈવરો માટે કલ્યાણકારી યોજના છે અને તેઓને તામિલનાડુ મેન્યુઅલ વર્કર્સ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કન્ડિશન્સ ઓફ વર્ક) એક્ટ, ૧૯૮૨ હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
‘ઓટો ડ્રાઈવરોની સામાજિક સુરક્ષા અને કલ્યાણ માટે બોર્ડની સ્થાપના કરવાની દરખાસ્ત ૨૦૧૩થી પેન્ડિંગ છે. આથી જ મુખ્ય પ્રધાનને વિનંતી કરવામાં આવી હતી કે તેઓ તામિલનાડુની માફક અહીં પણ વેલફેર બોર્ડની સ્થાપના કરે,’ એવું ઉદય સામંતે જણાવ્યું હતું. અત્રે નોંધનીય છે કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે આજીવિકા કમાવવા માટે શરૂઆતમાં રિક્ષા પણ ચાલવતા હતા. (પીટીઆઈ)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.