ટ્રાફિક પોલીસના અવતારમાં સમંથાએ રણવીર સિંહને લગાવી ફટકાર

ફિલ્મી ફંડા

સાઉથની પોપ્યુલર એક્ટ્રેસ સમંથા રથ પ્રભુ (Samantha Ruth Prabhu) રણવીર સિંહ (Ranveer Singh) સાથે જોવા મળશે. બંને કલાકારે એક એડ ફિલ્મનું શૂટિંગ કર્યું હતું જેમા સમંથા ટ્રાફિક પોલીસના અવતારમાં જોવા મળી હતી અને રણવીર સિંહે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું, જેને કારણે સમંથાએ રણવીરને ફટકાર લગાવી હતી.
નોંધનીય છે કે સમંથાએ કોફી વિથ કરન શોમાં રણવીર સિંહની એનર્જીના વખાણ કર્યા હતાં અને તેની સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સમંથા પાસેથી પ્રશંસા સાંભળીને રણવીરે પણ જણાવ્યું હતું કે, મોકો મળશે તો સમંથા સાથે આખી ફિલ્મ કરીશ, કારણ કે તે ખૂબ જ સારી, પ્યારી અને પ્રતિભાશાળી વ્યક્તિ છે. એડ ફિલ્મ દરમિયાન અમે પહેલી વાર મળ્યા હતાં અને તેની સાથે કામ કરવાનો અનુભવ ખૂબ જ સારો રહ્યો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.