જો તમારી પાસે ઘણી બધી પ્રતિભા છે, તો પણ તમે રિજેક્ટ થઈ રહ્યા છો તો તમને કેવું લાગશે તેની કલ્પના પણ કરી શકાતી નથી. આવું જ કંઈક સલમાન ખાનની ઓનસ્ક્રીન ભાભી એટલે કે રેણુકા શહાણે સાથે થઈ રહ્યું છે. રેણુકા શહાણે કહે છે કે આ દિવસોમાં તેને ઘણીવાર ઓડિશનમાં રિજેક્શનનો સામનો કરવો પડે છે.
હાલમાં રેણુકા શહાણે ફિલ્મ ગોવિંદા નામ મેરામાં પોતાના રોલને લઈને ચર્ચામાં છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન રેણુકાએ જણાવ્યું કે તે રિજેક્ટ થવાની પ્રક્રિયાને સમજી શકતી નથી. ‘ઓડિશન પછી રિજેક્ટ થવાનું ઘણી વખત બન્યું છે. હું મારા દિગ્દર્શક પાસેથી મારા પાત્રને સમજવા માંગુ છું. આજકાલ કાસ્ટિંગ ડિરેક્ટરના સહાયકો આ કામ કરે છે, પરંતુ મને આ પદ્ધતિ સમજાતી નથી. એટલા માટે હું ઓડિશનમાં રિજેક્ટ થઈ જાઉં છું.
રેણુકા જણાવે છે કે આવી ઓડિશન ટેસ્ટમાં તે તેના 100 ટકા આપી નથી શકતી. જોકે, તે રિજેક્શનને ગંભીરતાથી નથી લેતી અને એમ પણ નથી સમજતી કે તે ખરાબ એક્ટર છે. કારણકે તેને ખબર છે કે આ અભિનય અંગે નથી.