સલમાન ખાનને જીવનું જોખમ! પોલીસ પાસેથી હથિયારના લાયસેંસની કરી હતી અરજી, તાજેતરમાં કરી મુંબઈ પોલીસ કમિશન સાથે મુલાકાત

ટૉપ ન્યૂઝ ફિલ્મી ફંડા

બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને કેટલાક દિવસો પહેલા ગેંગ્સટર લોરેન્સ બિશ્નોઈની ગેંગ તરફથી જીવથી મારી નાંખવાની ધમકી મળી હતી ત્યારબાદ મુંબઈ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. પોલીસે એક્ટરના ઘરે પુછપરછ કરી. સલમાનને ધમકી મળી હતી તેમાં લખ્યું હતું કે તારી હાલત પણ સિદ્ધુ મુસેવાલા જેવી થશે. ત્યારથી સલમાન ખાનને રિસ્ક છે. તાજેતરમાં સલમાન ખાન મુંબઈના પોલીસ કમિશનર વિવેક ફનસાલકરને મળ્યા હતાં. કહેવાઈ રહ્યું છે કે થોડા સમય પહેલા સલમાને મુંબઈ કમિશનરની મુલાકાત કરી હતી. ધમકીભર્યા લેટર બાદ સલમાને પોલીસ પાસે એક એપ્લિકેશન જમા કરાવી હતી, જેમાં તેણે હથિયારના લાયસેંસની ડિમાન્ડ કરી હતી. તેનું કહેવું હતું કે પોતાની સુરક્ષા માટે હથિયારના લાયસેંસ પોલીસ પાસેથી મળે એવી માગણી કરી હતી. સલમાન ખાને પોલીસ કમિશનર સાથે વાતચીત કરી છે, પરંતુ આ અંગે હજુ સુધી કોઈ માહિતી બહાર પાડવામાં આવી નથી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.