No Entry મેં એન્ટ્રી: સાઉથની ફેમસ એક્ટ્રેસ સામંથા સાથે સલમાન ખાન કરશે રોમાન્સ

ફિલ્મી ફંડા

Mumbai: બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાન તેમના ફેન્સ માટે બેક ટૂ બેક ફિલ્મો લઇને આવી રહ્યા છે. સલમાન ખાનની ટાઇગર થ્રી અને કભી ઇદ કભી દિવાલી સાથે નો એન્ટ્રી મેં એન્ટ્રીને લઇને પણ ચર્ચાઓ થઇ રહી છે. સલમાન ખાનની આ ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર છે. ફિલ્મની કાસ્ટિંગને લઇને પ્લાનિંગ કરવામાં આવી રહી છે.

મળેલી જાણકારી અનુસાર નો એન્ટ્રીની સિક્વલમાં સલમાન ખાનની ઓપોઝિટ કોઇ એવી એક્ટ્રેસને લેવાની યોજના છે જે સાઉથ સિનેમામાં લોકપ્રિય હોય. કહેવાય રહ્યું છે કે સલમાન ખાનની ઓપોઝિટ સામંથી પ્રભુની કાસ્ટિંગ કરવામાં આવી શકે છે. સામંથા અને સલમાન મોટા પડદા પર રોમાન્સ અને કોમેડી કરતા જોવા મળી શકે છે.

એવી ખબરો પણ છે કે સામંથા સિવાય રશ્મિકા મંદાના, પૂજા હેગડે અને તમન્ના ભાટિયા પણ નો એન્ટ્રીની સિક્વલમાં નજરે ચડશે. 10 એક્ટ્રેસ સાથે નો એન્ટ્રી મેં એન્ટ્રી ફિલ્મની કાસ્ટિંગ મોટા સ્તરે કરવામાં આવી રહી છે.

નોંધનીય છે કે વર્ષ 2005માં રિલીઝ થયેલી ફિલ્મ નો એન્ટ્રીમાં સલમાન ખાન, અનિલ કપૂર અને ફરદીન ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ વખતે પણ ત્રણેયને કાસ્ટ કરવામાં આવ્યા હોવાની ખબરો છે. ફરદીન ખાને તાજેતરમાં જ તેનો વજન ઘટાડ્યો છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.