સ્વતંત્રતા દિન નજીક આવે છે એવામાં બોલીવૂડના ભાઈજાન સલમાન ખાન લોકોના દિલ જીતી રહ્યો છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને ચાહકો પણ મન મૂકીને તેની પ્રસંશા કરી રહ્યા છે. વાત એમ છે કે ભાઈજાને પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી સમયકાઢીને વિશાખાપટ્ટનમમાં નેવીના સૈનિકો સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો હતો.

પોતાનું સ્ટારડમ ભૂલીને સલમાન સૌનિકો સાથે દૂધમાં સાકરની જેમ ભળી ગયો હતો. સલમાન આઈએનએસ વિશાખાપટ્ટનમના કિચન સુધી પહોંચ્યો બકો અને ત્યાં જમવાનું બનાવી રહેલા સૈનિકોની મદદ કરી હતી. એટલું જ નહીં સૈનિકો સાથે પુશઅપ્સ પણ કર્યા હતા.

Google search engine