એબીસીના ચૅરમેન તરીકે સકાળ મીડિયા ગ્રૂપના પ્રતાપ પવારની નિમણૂક

દેશ વિદેશ

મુંબઈ: ૨૦૨૨-૨૩ના વર્ષ માટે ઑડિટ બ્યુરો ઑફ સર્ક્યુલેશન્સ (એબીસી)ના ચૅરમેન તરીકે સકાળ મીડિયા પ્રાઈવેટ લિમિટેડના ચૅરમેન પ્રતાપ પવાર સર્વસંમતિથી ચૂંટાઈ આવ્યા છે. તેઓ પુણે સ્થિત મહારાષ્ટ્ર ચૅમ્બર ઑફ કોમર્સ, ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એગ્રિકલ્ચરમાં ભૂતપૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની અનેક સંસ્થાના બોર્ડમાં રહેલા છે.
૨૦૧૪ના વર્ષમાં તેમને ભારત સરકાર તરફથી પદ્મ શ્રીનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. છેલ્લાં ૮૭ વર્ષથી સકાળ ગ્રૂપ સામુદાયિક બાબતોમાં ભાગીદારી અને વિશ્ર્વસનીયતા પરંપરામાં સિંહફાળો ધરાવી રહ્યું છે. સકાળ ગ્રૂપની મરાઠી ટીવી ચૅનલ છે, જ્યારે ઈવેન્ટ મૅનેજમેન્ટ અને સામાજિક પ્રવૃત્તિઓ મારફત સમગ્ર મહારાષ્ટ્રમાં તેની પહોંચ ફેલાવી છે.
૨૦૨૨-૨૩ વર્ષ માટે બ્યુરોના ડૅપ્યૂટી ચૅરમેન તરીકે આર. કે. સ્વામી પ્રાઈવેટ લિમિટેડ, એડવર્ટાઈઝિંગ એજન્સીના ચૅરમેન અને મૅનેજિંગ ડિરેક્ટર શ્રીનિવાસન કે. સ્વામી પણ સર્વાનુમતે ચૂંટવામાં આવ્યા છે. ૨૦૨૨-૨૩ના વર્ષ માટે બ્યુરોના કાઉન્સીલ મૅનેજમેન્ટના સભ્યોનાં નામ આ પ્રમાણે છે.
પ્રકાશક પ્રતિનિધિઓમાં (૧) પ્રતાપ પવાર – સકાળ પેપર્સ પ્રાઈવેટ લિમિટેડ- ચૅરમેન, (૨) રિયાધ મેથ્યૂ -મલિયાલમ મનોરમા કો. લિ. હોનરરી સેક્રેટરી, (૩) હોરમસજી એન. કામા – ધ મુંબઈ સમાચાર પ્રાઈવેટ લિમિટેડ, (૪) શૈલેશ ગુપ્તા-જાગરણ પ્રકાશન લિમિટેડ, (૫) પ્રવીણ સોમેશ્ર્વર-એચ. ટી. મિડિયા લિમિટેડ, (૬) મોહિત જૈન-બેનેટ, કોલમેન એન્ડ પ્રાઈવેટ લિમિટેડ, (૭) ધ્રુબા મુખરજી – એબીપી પ્રાઈવેટ લિમિટેડ અને (૮) કરન દરડા લોકમત પ્રાઈવેટ લિમિટેડ.
એડવર્ટાઈઝિંગ એજન્સીના પ્રતિનિધિઓ (૧) શ્રી નિવાસન કે સ્વામી, આરકે સ્વામી પ્રાઈવેડ લિમિટેડના ડૅપ્યૂટી ચૅરમેન, (૨) વિક્રમ સાખુજા, મેડિસન કોમ્યુનિકેશન્સ પ્રાઈવેટ લિમિટેડના હોનરરી ટ્રેઝરર, (૩) શશીધર સિંહા, આઈપીજી મીડિયા બ્રાન્ડ્સ, મીડિયા બ્રાન્ડ્સ પ્રાઈવેટ લિમિટેડ અને (૪) પ્રશાંત કુમાર, ગ્રુપ એમ. મીડિયા ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડનો સમાવેશ થાય છે.
એડવર્ટાઈઝર્સ પ્રતિનિધિમાં (૧) દેવવ્રતા મુખરજી, યુનાઈટેડ બ્રૂઅરીઝ લિમિટેડ, (૨) કુરુનેશ બજાજ, આઈટીસી લિમિટેડ, (૩) અનિરુદ્ધ હલદાર, ટીવીએસ મોટર કંપની લિમિટેડ અને શશાંક શ્રીવાસ્તવ, મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ. આ ઉપરાંત, હોરમઝદ મસાણી જનરલ સેક્રેટરી છે, એમ અખબારી યાદીમાં જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.