Homeફિલ્મી ફંડાસાઉથ મોડલએ સાજિદ પર લગાવ્યા ગંભીર આરોપ! કહ્યું પાંચ મિનિટ સુધી મારા...

સાઉથ મોડલએ સાજિદ પર લગાવ્યા ગંભીર આરોપ! કહ્યું પાંચ મિનિટ સુધી મારા પ્રાઈવેટ પાર્ટ્સ…

બોલીવૂડ ફિલ્મમેકર સાજિદ ખાનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. જ્યારથી તેણે ‘બિગ બોસ 16’માં ભાગ લીધો છે ત્યારથી તેની મુશ્કેલીઓ સતત વધી રહી છે. . શર્લિન ચોપરા, રાની ચેટર્જી, કનિશ્કા સોની બાદ હવે સાઉથની મોડલ પ્રિયા સેઠે સાજિદ વિરુદ્ધ #MeToo અંતર્ગત ગંભીર આરોપ લગાવ્યા છે. સૂત્રોએ આપેલી માહિતી અનુસાર સાઉથની ફિલ્મોમાં કામ કરી ચૂકેલી પ્રિયા સેઠે 14 વર્ષ જૂની કડવી ઘટનાને યાદ કરતાં જણાવ્યું હતું કે વર્ષ 2008માં સાજિદે ખરાબ વર્તન કર્યું હતું. ‘હું 2008માં પહેલી જ વાર સાજિદને મળી હતી. મેં તેમને તેમના અપકમિંગ પ્રોજેક્ટમાં કાસ્ટ કરવાની વિનંતી કરી હતી, પરંતુ સાજિદના વર્તને મને ઠેસ પહોંચાડી હતી. સાજિદ પાંચ મિનિટ સુધી મારા પ્રાઈવેટ પાર્ટ્સને જોતો રહ્યો હતો અને વાતચીત દરમિયાન મને બ્રેસ્ટ સર્જરી કરવાની સલાહ આપી હતી. એટલું જ નહીં તેણે બ્રેસ્ટ મસાજ અને ઓઈલ લગાવવાનું કહ્યું હતું.
નોંધનીય છે કે થોડા દિવસ પહેલા શર્લિન ચોપરાએ સાજિદ ખાન સામે પોલિસ ફરિયાદ કરી હતી અને બિગ બોસના મેકર્સને સાજિદ ખાનને કાઢી નાંખવાની અપીલ કરી હતી, પરંતુ કોઈ એક્શન લેવામાં ન આવતાં શર્લિને કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરને બિગ બોસનું પ્રસારણ અટકાવવાની માગણી કરી હતી.

RELATED ARTICLES

Most Popular