કચ્છ વાંઢાઈના સંત કવિ ઈશ્ર્વરરામજી

ધર્મતેજ

અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ

બ્રહ્મનિષ્ઠ મહાત્મા. જન્મ : ભાનુશાળી કટારમલ કુળમાં, કચ્છના નાદરા ગામે. વિ.સં.૧૮૪પના આસો સુદ બીજ ને સોમવારે. પિતા : હંસરાજ, માતા : કુંવરબાઈ. ખેતીનો વ્યવસાય. પાંચ વર્ષ્ાની ઉંમરે ભયંકર દુષ્કાળ. કુટુંબે કચ્છ છોડી સિંધના જુરડા ગામે પિતાના બહેનને ત્યાં આશરો. ત્યાં માત-પિતા બંન્નેની વિદાય. ખેતી કામ કરતાં પગમાં ઈજા થઈ, અરજણદાસ નામે એક સાધુનો સંપર્ક થયો. અને સાધુઓની જમાત સાથે કચ્છના હમલા ગામે દેવાસાહેબની જગ્યામાં પહોંચ્યા અને બિહારીદાસજીના શિષ્ય ક્ષ્ોમસાગરજી પાસે દીક્ષ્ાા લીધી. મૂળ ચારણ જ્ઞાતિમાં જન્મેલા પ્રજ્ઞાચક્ષ્ાુ-સૂરદાસ હોવા છતાં વિદ્વાન એવા ક્ષ્ોમસાગરજી પાસેથી ઈશ્ર્વરરામે આત્મસાધના અને કાવ્યકળાનો પણ અભ્યાસ કરેલો. હમલાથી ગુરુ સાથે નાગ્રેચા, ભીમપર, કાનપુર ગામે વસવાટ કરેલો, વાંઢાયમાં ગૌસેવા માટે તળાવ બંધાવ્યું, ઈશ્ર્વરરામજીનાં એક શિષ્યા સાધ્વીમૈયા રૂકમણીબાઈએ
મંજલ ગામે ગુરુના નામે ક્ધયાશાળા અને વિધવા આશ્રમની સ્થાપના કરેલી.
વિ.સં.૧૯પ૩ અષ્ાાડ વદી બીજના દિવસે વાંઢાઈ ગામે ઈશ્ર્વરરામજીએ આ જગતમાંથી વિદાય લીધી. એમના વિશેનો વિસ્તૃત પરિચય તથા કચ્છી-ગુજરાતી ભજન રચનાઓ શ્રી દુલેરાય કારાણીના ‘કચ્છના સંતો અને કવિઓ’ ગં્રથમાં અને અન્ય અનેક કચ્છના લેખકોના પુસ્તકોમાંથી સાંપડે છે. કચ્છના લગભગ તમામ લોકભજનિકોના કંઠેથી ઈશ્ર્વરરામજીની ભજન રચનાઓ સાંભળવા મળે છે.
(પરજ)
આવ્યો ઉત્તમ અવતાર,
ભજન કર ભાવે રે,
તારે કરવો એ જ ઉપાય,
જેથી ભવ ના’વે રે…
આવ્યો ઉત્તમ અવતાર….૦
તારે મુખથી કહેવું રામ,
રહેવું નિષકામે રે,
શું વળગી રહ્યો તું આમ,
ઠાલા હાડ ચામે રે…
તું તો લાલચ મ કર લગાર,
કાયા માયા કાચી રે,
શું માની બેઠો મુરખ સાર,
સોણાની વાત સાચી રે…
આવ્યો ઉત્તમ અવતાર….૦
આવ્યો ઉત્તમ અવતાર,
અચાનક તારે રે,
તેમાં ભાવે કરી ભગવાન,
ભજી લે સારે રે…
તું તો થા માં શકટનો શ્ર્વાન,
કાંઈ ન હાથ તારે રે,
શું ભારે ઉપાડો છો ભાર,
લાગી ખોટે લારે રે…
આવ્યો ઉત્તમ અવતાર….૦
તું તો ખરચી લે ને ખુબ,
દીધું છે દયાળે રે,
જાણો આક તણાં તે તૂર,
ઉડી જાશે કાળે રે…
આગળ નથી પોપાંનું રાજ,
કારજ કર તારૂં રે,
તું તો ભાતું કર ભરપુર,
મેલી હું ને મારૂં રે…
આવ્યો ઉત્તમ અવતાર….૦
શું રાતો રંગ પતંગ,
દિવસ ચાર ચટકું રે,
કહે ઈશ્ર્વર મેલ આજાર,
મેલી માથે મટકું રે…
તું ચોંટ મા વરવોણી જાન,
માન કહ્યું મારૂં રે,
તેં જે માની લીધાં મન માંય,
તેમાં નથી તારૂં રે…
આવ્યો ઉત્તમ અવતાર….૦
એવી ધરજે કાને સાર,
શીખામણ મારી રે,
એમ કહે છે ઈશ્ર્વરદાસ,
જોઈને વિચારી રે…
આવ્યો ઉત્તમ અવતાર….૦
કચ્છના સંતકવિ ઇશ્ર્વરામજીની વાણીનું પુસ્તક ‘સન્માર્ગ દર્શક શ્રી ઈશ્ર્વર-વિહારીવિલાસ’ ભાગ :૧,ર પુસ્તક યોજનાર શ્રી ઓધવરામજી મહારાજ, શ્રી ઈશ્ર્વર આશ્રમ, ઈશ્ર્વરનગર-વાંઢાય (કચ્છ), આ.ર, ૧૯૪૩, પ્રકાશક : મિસ્ત્રી મનજી જેરામ-માધાપર(કચ્છ) તથા મિસ્ત્રી હિરજી વિશ્રામ -હાજાપુર(કચ્છ). પ્રથમ આવૃત્તિ નાગરી લિપિમાં વિ.સં.૧૯૮૩ ઈ.સ.૧૯ર૭ માં થયેલી જેની એક હજાર નકલો છાપવામાં આવેલી. વાંઢાય આશ્રમના આદિપુરુષ્ા વિહારીસાહેબ. એમના ગુરુ દેવાસાહેબ. (હમલા ગામ- વાંઢાયથી સાત ગાઉ દૂર )‘સુબોધ સાર’ના રચયિતા. દેવાસાહેબના જેઠીરામ, વિહારીસાહેબ, સેવારામ અને કૃષ્ણદાસ નામે ચાર મુખ્ય શિષ્યો. જેમાં જેઠીરામે હમલા જગ્યાની ગાદીનો સ્વિકાર ન ર્ક્યો. વિહારીસાહેબે દેવાસાહેબના પૌત્ર રામસિંહજીને ખોળામાં બેસાડીને ગાદી સ્વીકારી. વિહારીસાહેબનો જન્મ : વાંઢાય ગામે, ધલ ક્ષ્ાત્રિય જ્ઞાતિમાં મેઘરાજજીને ત્યાં વિ.સં.૧૮૦૪ ઈ.સ.૧૭૪૮માં. બાલ્યનામ વેરાજી. ગુરુ દેવાસાહેબની આજ્ઞાથી સંસારમાં જોડાયા. વિહારી સાહેબને ચાર શિષ્યો હતા હરિદાસજી (પૂર્વાશ્રમના ભાઈ), ક્ષ્ોમદાસજી, નારાયણદાસજી અને રાઘવદાસજી. વિહારીસાહેબના શિષ્ય ક્ષ્ોમદાસજી – નખત્રાણા તાલુકાના મંજલ ગામે ચારણ જ્ઞાતિમાં જન્મ. જે પ્રજ્ઞાચક્ષ્ાુ હતા. તેમના શિષ્ય ઈશ્ર્વરરામજી.
તું તો આળસ મ કર અજાણ,
કરી લે કમાઈ રે,
પામ્યો ઉત્તમ આ નર દેહ,
ભજન કર ભાઈ રે…
-તું તો આળસ મ કર અજાણ,
કરી લે કમાઈ રે..૦
તારી પળ પળ જાય છે પૂર,
આયુષ અભાગી રે,
મોટે આંખ ઉઘાડી આધાર,
જો ને તું જાગી રે…
તારે માથે ભમે છે ભૂર,
દૂર મ જાણે રે,
એવો કાળ કરાળ કરૂર,
ચેતી લે આ ટાણે રે…
-તું તો આળસ મ કર અજાણ, કરી લે કમાઈ રે..૦
માટે કરજે સાચો સ્નેહ,
સદગુરૂ સાથે રે,
તારે તરત તર્યાનો ઉપાય,
રચ્યો છે નાથે રે…
એવું ઝડપી લે જે જરૂર,
ઉપદેશ આપો રે,
એવું માની ઈશ્ર્વર દાસ,
ભવ ભય કાપો રે…
-તું તો આળસ મ કર અજાણ,
કરી લે કમાઈ રે..૦
***
નિરખી ઠરે આ નેણ સાજણ સંત નિરખી ઠરે આ નેણ,
સાજણ સંત નિરખી….૦
અંખિયે મેં ઓતારા ઉની કે,
ડિયાં ભલ ભાવેં ભેણ,
વઈ વાલમ હાણે ગુંજ જ્યું ગાલ્યું,
સુણાઈંયાં મુંજા શેણ..
સાજણ સંત નિરખી….૦
કીં છડિયાં હાણે છેડો ઉની જો?,
મેરમ મહાસુખ મેણ,
ઈશ્ર્વર મુંજો જીવન જગમેં,
સંત ચરણજી રેણ..
સાજણ સંત નિરખી….૦

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.