સંત ગુલાબરાવ મહારાજ

ઉત્સવ

ઈતિહાસ પાછળનો ઈતિહાસ -પ્રફુલ શાહ

સંત ગુલાબરાવ મહારાજે પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં પ્રેરણાદાયક સર્જનસિદ્ધિ મેળવી એ દુર્લભ ગણાય. આ મહારાજ ગુલાબરાવ મહારાજનું ગજબનાક ગુજરાત કનેકશન નીકળ્યું છે.
આગલા જન્મમાં તેઓ ગુજરાતના ઝિંઝુવાડામાં સ્વામી બેચરાનંદ મહારાજ (જીવનકાળ ઈ. સ. ૧૭૬૫-૧૮૮૦) તરીકે હતા. સિદ્ધપુરથી આઠ મિલ દૂર આવેલા સિરપુરમાં તેમનો જન્મ થયો હતો.
તેમણે નાલેશ્ર્વર નજીકના ગાઢ જંગલમાં
બાર- બાર વર્ષ સુધી ઉગ્ર તપ કર્યું હતું. આ તપ દરમિયાન જેઓ લીંબુ સિવાય કંઈ જ ગ્રહણ
કરતા નહોતા. ત્યારબાદનું જીવન તેમણે ઝિંઝુવાડાના રાજસવાઈ માતાજી મંદિર ખાતે વિતાવ્યાનું કહેવાય છે.
એક સવાલ થાય અને થવો જોઈએ કે આ પૂર્વજન્મની વાતો કઈ રીતે બહાર આવી? આ હકીકતના પ્રાગટ્યમાં મુખ્ય પાત્ર છે બલવંતરાવ મરાઠે.
મૂળ મહારાષ્ટ્રના અમરાવતીના રહેવાસી મરાઠેએ પોસ્ટ માસ્ટર તરીકે ઈ. સ. ૧૮૬૪થી ૧૮૬૭ વચ્ચે ઝિંઝુવાડામાં ફરજ બજાવી
હતી.
બળવંતરાવ વારંવાર પત્ની સાથે વારેવાર બેચરાનંદ મહારાજના દર્શન- આશીર્વાદ માટે
જતા હતા. એટલે એમની સાથે સારો એવો પરિચય.
પોસ્ટ માસ્ટર તરીકે નિવૃત્ત થયા બાદ તેઓ મૂળ વતન અમરાવતી પાછા ફર્યા. અહીં એક દિવસ તેઓ અંબા માતાના પ્રખ્યાત મંદિરે દર્શન કરવા ગયા ત્યાં મરાઠેએ મંદિરનો ઘંટ વગાડીને
તેમણે ‘જય અંબે’નો ઉચ્ચાર કર્યો. આ સાથે કોઈકનો અવાજ સંભળાયો. “કોણ બળવંતરાવ મરાઠે?
બળવંતરાવ આશ્ર્ચર્યથી જોઈ રહ્યા કે અહીં પોતાને કોણ ઓળખે છે? એ અવાજ સંત ગુલાબરાવ મહારાજનો હતો. મહારાજે સહજભાવે બોલ્યા કે બળવંતરાવ તમે મને ભૂલી ગયા લાગો છો? આગળ મહારાજે મોટું આશ્ર્ચર્ય આપ્યું કે ઝિંઝુવાડાના એ સમયના અમુક માણસો આજે ય મારી સાથે જ છે.
પછીની વાતોથી બળવંતરાવ મરાઠેને ગળા સુધી ખાતરી થઈ ગઈ કે સંત ગુલાબરાવ મહારાજ તો સ્વામી બેચરાનંદ મહારાજનો જ પુન:જન્મ છે. ત્યાર બાદ બળવંતરાવ વારંવાર ગુલાબરાવજીના દર્શને પહોંચી જાય.
દરેક વખતે ભક્તો એમની પાસેથી બેચરાનંદ મહારાજ વિશે અલગ અલગ કિસ્સા અને અનુભવો જાણતા રહ્યા.
આ બાબતમાં ખાંખાંખોળા કરતા વધુ એક તર્કબદ્ધ બાબત સામે આવે છે. સંત ગુલાબરાવ મહારાજનું મૂળ નામ ગુલાબ ગોન્દુજી મોહોડ. મહારાષ્ટ્રમાં અમરાવતી નજીકના ગામ માધાનમાં રહેનારો મોહોડ પરિવાર ૧૧મી સદીમાં ગુજરાત અને રાજસ્થાન રાજ્યની સરહદ પરથી સ્થળાંતર કરીને આવ્યા હતા.
એ સમયે આ લોકોની અટક ‘મોઢ’ હતી જે સમયાંતરે ‘મોહોડ’ થઈ ગઈ. (સંપૂર્ણ)ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.