બી-ટાઉનના રોયલ કપલ તરીકે ઓળખાતા સૈફ અલી ખાન અને કરિના કપૂર-ખાનનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, પણ આ વીડિયો લોકોને ખાસ કંઈ પસંદ આવ્યો હોય એવું લાગતું નથી, કારણ કે સોશિયલ મીડિયા પર લોકો તેમને આડે હાથ લઈ રહ્યા છે. તમે પણ જોયો કે નહીં આ વીડિયો? ના જોયો હોય તો જોઈ લો આ વીડિયો અને જાણો કે આખરે એવું તે શું કર્યુ બેબોએ કે લોકોએ તેને એવું કહી દીધું કે આ બધું ઘરે જઈને કેમ નથી કરતાં તમે લોકો…
આ વીડિયોમાં દીકરા તૈમુર સામે કરિનાએ પતિ સૈફ અલી ખાનને લિપ્સ પર કિસ કર્યું હતું. વીડિયોમાં દેખાય છે કે સૈફ, કરિના અને તૈમુર કારમાંથી ઉતરે છે અને તૈમુર સૈફના ખભા પર બેઠેલો છે. કરિના સૈફને બોલાવે છે અને બંને એકબીજાને કિસ કરે છે.
અમુક લોકોને સૈફ-કરિનાનો આ વીડિયો રોમાન્ટિક લાગે છે તો બીજા કેટલાક એવા લોકો પણ જેને આ વીડિયો ખાસ પસંદ નથી આવ્યો અને તેઓ ટ્રોલ કરી રહ્યા છે અને કમેન્ટ પણ કરી રહ્યા છે કે બાળકની સામે તો આવું ના જ કરવું જોઈએ. કેટલાક લોકો ડ્રામા ગણાવી રહ્યા છે આ આખી ઘટનાને.
સૈફ અને બેબો બી-ટાઉનનું એક રોયલ કપલ હોવાની સાથે સાથે જ કોન્ટ્રોવર્સી કપલ પણ છે, જે દર થોડા સમયે કોઈને કોઈ વિવાદમાં સપડાઈ જાય છે.