દિલ્લીમાં શ્રદ્ધા વાલકર હત્યાકાંડ જેવો જ એક વધુ કિસ્સો સામે આવ્યો છે. ત્યારે હવે આ કિસ્સામાં ક્રાઇમ બ્રાન્ચમાંથી એક નવી માહિતી બહાર આવી છે. આ કિસ્સાના મૂખ્ય આરોપી સાહિલ ગેહલોત સાથે પોલીસ રિમાન્ડમાં લાંબી પૂછ-પરછ થઇ. વારંવાર પૂછતા તેણે આખરે ખૂલાસો કર્યો હતો કે નિક્કી એને બીજી છોકરી સાથે લગ્ન કરતા રોકી રહી હતી, કારણ કે બંને (સાહિલ-નિક્કી) એ 2020માં જ લગ્ન કરી લીધા હતા. એટલે કે વાસ્તવિક રીતે નિક્કી સાહિલની પત્ની હતી. તેથી નિક્કી સાહીલને બીજી છોકરી સાથે લગ્ન કરતા રોકી રહી હતી.
નીક્કીના રોકવાને કારણે તેણે તેણીને રસ્તામાંથી હટાવવાની યોજના ઘડી અને તેણે નિક્કીની હત્યા કરી. તથા તેના સાથી આરોપીઓને તેણે આ અંગે જાણ કરી. અને એના લગ્નનો કાર્યક્રમ ચાલતો રહ્યો. પોલીસે તેના તમામા સાથી આરોપીઓની પણ ધરપકડ કરી છે. આ અંગે વધુ તપાસ હાથ ધરાઇ છે. નિક્કીની હત્યાની યોજનામાં તેનો પરિવાર અને મિત્રો પણ સામેલ હતા તેવી જાણકારી પોલીસ સૂત્રોમાંથી મળી રહી છે.
આ કિસ્સામાં ધરપકડ કરવામાં આવેલ 5 આરોપિઓને પોલીસે શુક્રવારે રાતે 10 વાગે કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે તમામ આરોપીઓને 3 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યા છે. પોલીસે આ કિસ્સ્માં આર્યસમાજના એક પૂજારીની પણ પૂછપરછ કરી છે જ્યાં નિક્કી અને સાહિલના લગ્ન થયા હતા. આ લગ્નમાં એક મિત્રએ ગવાહી પણ આપી હતી. સાથે સાથે પોલીસે એ રસ્તાના સી.સી.ટીવી ફૂટેજ પણ ચેક કર્યા છે જે રસ્તેથી સાહિલ નિક્કના શવને લઇને ફર્યો હતો. પોલીસને સીસીટીવી ફૂટેજમાં સાહિલની કાર એ રસ્તેથી ફરતી જોવા મળી છે.
સાહિલ અને નિક્કીએ ઓક્ટોબર 2020માં નોયડાના આર્ય સમાજ મંદિરમાં લગ્ન કરી લીધા હતા. સાહિલનો પરિવાર આ લગ્નથી ખૂશ નહતો. માટે તેઓ નિક્કીને રસ્તેથી હટાવવા માંગતા હતા. સાહિલાના પરિવારે ડિસેમ્બર 2022માં તેના લગ્ન નક્કી કર્યા હતા. તથા સાહિલના પહેલેથી લગ્ન થઇ ગયા છે એ વાત તેમણે છોકરી પક્ષથી છૂપાવી હતી. પોલીસે રિમાન્ડ દરમિયાન સાહિલ અને નિક્કીના લગ્નના સર્ટિફિકેટ પણ જપ્ત કર્યા છે. અને વધુ તપાસ હાથ ધરી છે.